અરબાઝના લગ્નમાં સલમાને એવું તે શું કર્યું કે ફેન્સે કહ્યું…
બી-ટાઉનના ખાન ફેમિલીની ક્રિસમસ આ વખતે સ્પેશિયલ થઈ ગઈ હતી, કારણ કે ગઈકાલે જ ખાન ફેમિલીમાં એક નવા સદસ્ય એન્ટ્રી થઈ છે. જી હા, ખાન પરિવારના નબીરા અરબાઝ ખાને પોતાની ગર્લફ્રેન્ડ શૂરા સાથે લગ્નબંધનમાં બંધાયો હતો.
અરબાઝની વેડિંગ સેરેમની તેની બહેન અર્પિતા ખાનના ઘરે યોજાયો હતો. ઈન્ટિમેટ વેડિંગમાં બંને પરિવારના નજીકના લોકોએ જ હાજરી આપી હતી, પરંતુ આ વેડિંગ સેરેમની ભાઈજાન સલમાન ખાને કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે ચર્ચામાં આવી ગયો હતો અને ફેન્સ તેના પર કમેન્ટ કરવાનું ચૂક્યા નહોતા.
વાત જાણે એમ છે કે ભાઈ અરબાઝના લગ્નને કારણે સલમાન એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને સલમાન ખાને એટલો બધો ડાન્સ કર્યો હતો કે ફેન્સ તેનો ઉત્સાહ જોઈને એવી કમેન્ટ કરી હતી કે ભાઈ કોઈ આમના પણ લગ્ન કરાવી દો ભાઈ…
અરબાઝ અને શૂરાના લગ્નમાં સલમાન અને અરબાઝની કોમન ફ્રેન્ડ તેમ જ એક્ટ્રેસ રવીના ટંડને મહત્ત્વનો રોલ પ્લે કર્યો હોવાની ચર્ચા પણ બી-ટાઉનમાં ચાલી રહી છે. આ લગ્નમાં સાજિદ ખાન, ફરાહ ખાન, રવિના ટંડન સહિતની સેલેબ્સે હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાન ફેમિલીમાં અરબાઝની દુલ્હનિયાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને લગ્નના ફોટો અને વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ખાન ફેમિલીએ આ નવી વહુનું સ્વાગત કર્યું હતું.