મનોરંજન

એક નહિ, બે નહિ, ત્રણ નહિ….આવતા વર્ષે પૂરી પાંચ ફિલ્મોથી બોક્સઓફિસ ગજવશે ‘ભાઇજાન’

બોલીવુડના મેગાસ્ટાર સલમાન ખાન આવતીકાલે પોતાને 58મો જન્મદિવસ ઉજવવા જઇ રહ્યા છે. આ વર્ષે ટાઇગર-3 સિવાય તેમની કોઇ ફિલ્મ સારો બિઝનેસ કરી શકી નથી, જો કે ટાઇગર હજુ હાર્યો નથી, અને આવતા વર્ષે તે કુલ પાંચ ફિલ્મો વડે બોક્સઓફિસ પર ધબધબાટી બોલાવવાનો છે.

દર વર્ષે 27 ડિસેમ્બરના રોજ સલમાન તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે, આ દિવસે કોઇને કોઇ મોટી જાહેરાત થતી જ હોય છે, ત્યારે બની શકે કે આ વખતે સલમાન તેની આવનારી ફિલ્મોને લઇને કોઇ મોટું એલાન કરે. સામાન્યપણે સલ્લુભાઇ પહેલા તેના ફેન્સને મળે છે, તેના ફ્લેટની બહાર જામી ગયેલી પ્રશંસકોની ભારે ભીડ વચ્ચે લાંબા સમય સુધી તે અભિવાદન ઝીલે છે, ફેન્સ સાથે ફોટો પડાવે છે, ઓટોગ્રાફ આપે છે. તે પછી સલમાન તેના પનવેલમાં આવેલા ફાર્મહાઉસ ખાતે ફેમીલી સાથે સમય પસાર કરે છે.

આવતા વર્ષે સલમાન યશરાજ, કરણ જોહર, સૂરજ બરજાત્યા જેવા ફિલ્મ મેકર્સ સાથે પાર્ટનરશીપ કરશે. ટાઇગર-3 પછી સલમાન યશરાજની સ્પાય યુનિવર્સમાં ટાઇગર વર્સીસ પઠાણમાં જોવા મળશે. આમ, કુછ કુછ હોતા હૈ પછી લાંબા સમય બાદ તે સ્ક્રીન સ્પેસ શેર કરશે. કરણ જોહર સાથેની એક ફિલ્મ માટે પણ તે વાતચીત કરી રહ્યો છે, એ સિવાય અરબાઝ ખાનની ફિલ્મ દબંગ-4, નડિયાદવાલાની ફિલ્મ કિક-2, તેમજ સૂરજ બડજાત્યાની નવી ફિલ્મમાં પણ તે જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button