આમચી મુંબઈ

ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેકટ માટે રૂ. 7,326 કરોડની લોન લેવા માટે મંજૂરી

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) નો અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ ઓરેન્જ ગેટ, ઈસ્ટર્નફ્રીવેથી મરીન ડ્રાઇવ ટનલ પ્રકલ્પ માટે 9,158 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ કુલ ખર્ચમાંથી 7,326 કરોડ રૂપિયાનું ભંડોળ લોન દ્વારા લેવાનો નિર્ણય કર્યો છે.

એમએમઆરડીએ આ લોન 25 વર્ષ માટે લેશે. તેમ જ આ લોન મુંબઈ પોરબંદર પ્રોજેકટ (શિવડી-ન્હાવાશેવા દરિયાઈ પુલ) અને મુંબઈના પ્રવેશદ્વારનો રોડ ટેક્સ વસૂલી કરી ચૂકવવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

ચેમ્બુરથી સીએસએમટી દરમિયાનનો પ્રવાસ સરળ અને ટ્રાફિક મુકત કરવા માટે એમએમઆરડીએ દ્વારા 2013માં 16.8 કી.મી. લાંબો ઈસ્ટર્નફ્રીવે બાંધવામાં આવ્યો હતો. આ માર્ગને લીધે ચેમ્બુરથી સીએસએમટીનો પ્રવાસ માત્ર 20થી 25 મિનિટમાં શક્ય બન્યો છે, પણ ઓરેન્જ ગેટ નજીક આવ્યા બાદ નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઇવ તરફ જનારા માર્ગ પર ટ્રાફિક સર્જાય છે. આ ટ્રાફિકને દૂર કરવા માટે આ માર્ગ પર ઓરેન્જ ગેટ, ઈસ્ટર્નફ્રીવેથી મરીન ડ્રાઇવ દરમિયાન ટનલ બાંધવાનું નિર્ણય લીધો છે, જેથી આ માર્ગ પર ટ્રાફિક ઓછી થશે.

આ ટનલનું કામ પૂરું થયા બાદ મુંબઈના ચર્ચગેટ, કુલાબા, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઇવ આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. એમએમઆરડીએ જાહેર કરેલી માહિતી મુજબ આ ટનલ 3.5 કિમી લાંબી હશે. આ કામ માટે એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, પણ આ પ્રોજેકટમાં થનારો ખર્ચ વધી બજેટ 9158 કરોડ પહોંચી ગયો છે. આ કામ માટે 1,832 કરોડ રૂપિયા એમએમઆરડીએ અને રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે અને બાકીના 80 ટકા 9,326 કરોડ રૂપિયા લોન તરીકે લેવાનો પ્રસ્તાવ નાગપુરમાં ઓથોરિટીની 155મી બેઠક સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

એમએમઆરડીએ દ્વારા 60 હજાર કરોડ રૂપિયા લોન લેવામાં આવવાનો છે. આ લોનની રકમમાંથી 30,789 કરોડ રૂપિયા મેટ્રો માટે વાપરવામાં આવવાના છે. એમએમઆરડીએને વર્ષ 2027થી મુંબઈ પ્રવેશદ્વારના પથકર નાકા પર ટેક્સની વસૂલી કરવાનો અધિકારી આપવાના પ્રસ્તાવને પહેલાથી જ મંજૂરી મળી ગઈ છે. તેથી આ ટનલનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ નવા વર્ષથી શરૂ કરવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button