જાન્યુઆરીમાં આટલા દિવસ હશે બેંકો બંધ, આજે જ પતાવી લો બેંકના કામકાજ…
પાંચ દિવસ બાદ 2023નું વર્ષ પણ પૂરું થઈ જશે અને ડિસેમ્બર મહિનો પણ પૂરો થઈ જશે. સોમવારથી શરૂ થશે 2024નું વર્ષ, અઠવાડિયા, વર્ષ અને મહિનાનો પહેલો દિવસ… તમારી જાણ માટે 2024ના પહેલાં જ મહિનામાં અડધો મહિનો બેંકો બંધ રહેશે એટલે જો તમે પણ બેંકોના કામકાજ પ્લાન કરી રહ્યા હોવ તો પહેલાં આ રજાઓનું લિસ્ટ જાણી લેશો તો એ પ્રમાણે બેંકના કામકાજ કરવાનું પ્લાનિંગ કરી શકશો અને મુશ્કેલી નહીં પડે. જોકે, અહીંયા તમારી જાણ માટે કે બેંકો ભલે ગમે એટલા દિવસ બંધ રહેશે પણ એ દિવસે પણ મોબાઈલ બેંકિંગ, યુપીઆઈ અને ઈન્ટરનેટ બેકિંગ જેવી ડિજિટલ નેટ બેંકિંગ સર્વિસીસ ચાલુ જ રહેશે.
જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ચાર રવિવારે અને બીજો અને ચોથો શનિવાર પકડીને કુલ છ બેંક હોલિડે તો એકદમ નોર્મલ જ છે. પરંતુ એ સિવાય પણ 9-10 દિવસ સુધી બેંકો વિવિધ તહેવારોને કારણે બંધ રહેશે. આવો જોઈએ જાન્યુઆરી મહિનામાં આપણે ત્યાં મહારાષ્ટ્રમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે…
- પહેલી જાન્યુઆરીના નવા વર્ષના પહેલાં દિવસે બેંકો બંધ રહેશે
- સાતમી જાન્યુઆરીના રવિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- અગિયારમી જાન્યુઆરીના ગુરુવારે મિઝોરમ ખાતે મિશનરી દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે
- તેરમી જાન્યુઆરીના દિવસે સેકન્ડ સેટરડે નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહેશે
- ચૌદમી નવેમ્બરના રવિવારે હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે
- પંદરમી નવેમ્બરના દિવસે સોમવારે ઉત્તરાયણ નિમિત્તે પુણ્યકાલ, મકરસંક્રાચિ, માઘી સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ નિમિત્તે બેંગ્લોર, ચેન્નઈ, ગેંગટોક, ગુવ્હાટી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં બેંકો બંધ રહેશે
- સોળમી જાન્યુઆરીના મંગળવારે તિરુવલ્લુર દિવસે ચેન્નઈમાં બેંકો બંધ રહેશે
- સત્તરમી જાન્યુઆરી બુધવારના થિરુનલ નિમિત્તે ચેન્નઈમાં બેંક બંધ રહેશે
- એકવીસમી જાન્યુઆરી રવિવારે દેશભરની બેંકો બંધ રહેશે
- બાવીસમી જાન્યુઆરીના સોમવારે ઈમોઈનુ ઈરત્પા નિમિત્તે ઈમ્ફાલમાં બેંકો બંધ રહેશે
- ત્રેવીસમી જાન્યુઆરી મંગળવારે ગાન-નગાઈ નિમિત્તે ઈમ્ફાલમાં બેંકો બંધ રહેશે
- પચ્ચીસમી જાન્યુઆરી ગુરુવારે થાઈ પુસમ, મોહમ્મદ હઝરત અલીના જન્મદિવસ ચેન્નઈ, કાનપુર અને લખનઉમાં બેંકો બંધ રહેશે
- છવ્વીસમી જાન્યુઆરી શુક્રવારે ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહેશે
- સત્યાવીસમી જાન્યુઆરીના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- અઠ્ઠાવીસમી જાન્યુઆરીના રવિવારને કારણે આખા દેશમાં બેંકો બંધ રહેશે…