2023માં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા આ મીમ્સ… હસીને લોથપોથ થયા લોકો…
2023માં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા આ મીમ્સ… હસીને લોથપોથ થયા લોકો…
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024ને આવકારવા માટે આપણે બધા આતુર છીએ. પરંતુ એ પહેલાં એક નજર કરીએ આ વર્ષમાં વાઈરલ થયેલાં કેટલાક મીમ્સ પર કે જેમણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી અને લોકો આ મીમ્ઝ જોઈને પેટ પકડીને હસી રહ્યા છે. આવો જોઈએ એક નજક કરીએ આ વાઈરલ મીમ્સ…
ભુપેન્દ્ર જોગી
2023ના ટોપ-10 વાઈરલ મીમ્ઝની વાત કરતાં હોઈએ ત્યારે સૌથી પહેલું નામ આવે ભુપેન્દ્ર જોગીનું. 2018માં ભુપેન્દ્ર જોગીનો મધ્ય પ્રદેશની ચૂંટણી વખતે લેવાયેલા ઈન્ટરવ્યુનો જ એક ભાગ છે. આ ક્લિપમાં જ્યારે એનું નામ પૂછવામાં આવે છે ત્યારે એનું નામ પૂછવામાં આવે છે અને તે ખૂબ આત્મવિશ્વાસથી પોતાનું નામ જણાવે છે ભુપેન્દ્ર જોગી અને ત્યાર બાદ તે એવો જાવો કરે છે અમેરિકા કરતાં પણ ઉત્તર પ્રદેશમાં રસ્તાઓની હાલત સારી છે. જ્યારે ઈન્ટરવ્યુ લેનાર તેને તેણે અમેરિકાની મુલાકાત લીધી છે તો કઈ કઈ જગ્યાએ તે ગયા છે એવું પૂછ્યું તો તેણે પાછું પોતાનું નામ જ નામ કહ્યું હતું કે ભુપેન્દ્ર જોગી.
સો બ્યુટીફૂલ, સો એલિગન્ટ…
ભુપેન્દ્ર જોગીથી આગળ વધીએ અને વાત કરીએ બીજા વાઈરલ મીમની તો તે હતું સો બ્યુટીફૂલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ… જસ્મીન કૌર નામની ફેન્સી કપડાં વહેંચતી સેલ્સ ગર્લનો આ વીડિયો હતો જે સોશિયલ મીડિયા પર હજી પણ વાઈરલ થઈ રહ્યો હતો. આ સિવાય તે કોઈ પણ ફેબ્રિકના કલરને ડિસ્ક્રાઈબ કરવા માટે લડ્ડુ પીલા, માઉસ કલર અને કલેજી કલર… જેવી ટર્મ્સનો ઉપયોગ કરતી હતી અને આ 2023માં સૌથી વધુ વાઈરલ થઈ રહેલું મીમ્સ હતું.
મોયે મોયે…
2023ની વાઈરલ મીમ્ઝની વાત થઈ રહી હોય અને એમાં મોયે મોયેનું નામ ના આવે તો કઈ રીતે ચાલે? આ વર્ષનું સૌથી ત્રીજું વાઈરલ મીમ હતું મોયે મોયે…. આ મોયે મોયે હકીકતમાં તો સર્બિયન સિંગર અને ગીતકાર ટેયા ડોરાનું ગીત છે અને પહેલાં તે ટીકટોક પર વાઈરલ થયું હતું. ધીરે ધીરે વિવિધ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યું અને આજે સોશિયલ મીડિયા પર અઢળક મીમ્સ, વીડિયો અને કોમિક ડાન્સના વીડિયો જોવા મળી રહ્યા છે.
અયેં…
બિહારમાં છઠ્ઠા ધોરણમાં ભણતો આદિત્ય કુમાર પણ આ વર્ષે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો અને લોકોએ તેનું આ એક જ શબ્દમાં ઘણું બધું કહી જવાના રિએક્શનને ખૂબ જ પસંદ કર્યું હતું. જ્યારે આદિત્યને પૂછવામાં આવ્યું હતું કે તેનો ફેવરેટ સબ્જેક્ટ કયો છે જેના જવાબમાં તેણે કંઈક એવું કર્યું હતું કે આખો દેશ ખડખડાટ હસ્યો હતો. આદિત્ય સબ્જેક્ટને બદલે સબ્જી એટલે કે શાક એવું સમજે છે અને જવાબમાં કહે છે બૈંગન…
ધ બોય મીમ…
આ વર્ષે ધ બોય’સ મીમ્સ પણ આ વર્ષે તૂફાન વાઈરલ થયા હતા અને સોશિયલ મીડિયા પર આની અનેક વીડિયો ક્લિપ્સ વાઈરલ થઈ હતી કે જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે છોકરાઓ વિવિધ પરિસ્થિતિઓમાં કઈ રીતે પોતાના મિત્રો સાથે શું વિચારે છે કે શું કરે છે.
એલ્વિસભાઈ મીમ…
બિગબોસ ઓટીટીના વિજેતા અને ફેમસ યુટ્યુબર એલ્વિસ યાદવ આ વર્ષે ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યો હતો પછી એ સાપના ઝેરની પાર્ટીને કારણે થયેલી કોન્ટ્રોવર્સી હોય કે પછી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં મીમ્સને કારણે… સોશિયલ મીડિયા પર નેટિઝન્સે અરે એલ્વિસભાઈ કે આગે કોઈ બોલ સકતા હૈ ક્યા.. મીમ્ઝ પર ઘણી બધી રિલ્સ બનાવી હતી અને તે ધૂમ વાઈરલ પણ થઈ હતી.