IND vs SA 1st Test: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત માટે આ ખેલાડી કરશે ડેબ્યૂ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી શરૂ થઈ રહી છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આ મેચ રમાઈ રહી છે. આજે મેચના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે પ્રસિદ્ધ ક્રિશ્ના ભારત માટે ડેબ્યુ કરશે, દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ બેડિંગહામે અને નાન્દ્રે બર્જરે ડેબ્યુ કર્યું છે. કર્ણાટકનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિશ્ના ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ રમશે.
ટોસ પહેલા વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહે તેને ડેબ્યૂ કેપ આપી હતી. પ્રસિદ્ધના રમવાનો અર્થ એ છે કે મુકેશ કુમાર આ મેચમાં નહીં રમે. વરસાદની આગાહી વચ્ચે હાલ સેન્ચુરિયનમાં હવામાન સાફ છે અને બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી કરી હતી. બંને ટીમોની પ્લેઇંગ-11: દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર, એઇડન માર્કરામ, ટોની ડી જોર્ગી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેયન (ડબ્લ્યુ), માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર. ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિશ્ના.