આમચી મુંબઈ

પાકિસ્તાનમાં રહેતા બાળકોને ભારત પરત લાવવા નડિયાદવાલાએ બોમ્બે હાઈ કોર્ટેના દ્વાર ખટખટાવ્યા…

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ફિલ્મ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાના બાળકોની સુરક્ષા અંગેની ચિંતાઓ પર વિદેશ મંત્રાલય અને સીબીઆઈ ઈન્ટરપોલ પાસેથી જવાબ માંગ્યો છે. નડિયાદવાલાનાએ 2012માં પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને બે બાળકો છે. અંગત વિવાદને કારણે નડિયાદવાલાની પત્ની 2020માં પાકિસ્તાન ચાલી ગઈ હતી. અને ત્યારથી આ બંને બાળકો પાકિસ્તાનમાં તેની પત્ની સાથે રહે છે. નોંધનીય છે કે નડિયાદવાલાનો નવ વર્ષનો પુત્ર અને છ વર્ષની પુત્રી ભારતીય નાગરિક છે, જેમને તેમની પત્નીએ પરાણે તેની પાસે રાખ્યા છે. નડિયાદવાલાએ હાઈ કોર્ટમાં બાળકોની સુરક્ષા માટે અને તેમને ભારત પરત લાવવાની અરજી દીખલ કરી છે.

નડિયાદવાલાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેને ડર છે કે તેની પત્ની અને બાળકોને તેની પત્નીના ઘરવાળા ક્યારેય ભારત પરત આવવા દેશે નહીં. જોકે પાકિસ્તાન જતા પહેલા નડિયાદવાલાની પત્નીએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.


હાઈ કોર્ટે પોતાની કાર્યવાહી કરતા ઈન્ટરપોલને એફિડેવિટ કરી હતી જેમાં સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે નડિયાદવાલાના બાળકો કે જે ભારતીય નાગરિક છે, તેઓ હાલમાં કયા સરનામે રહે છે તેમજ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત છે? ઇન્ટરપોલને 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં સોગંદનામું સબમિટ કરવા અને આ અંગેનો રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


નડિયાદવાલાની અરજીની સુનાવણી જસ્ટિસ રેવતી મોહિતે ધરે અને જસ્ટિસ ગૌરી ગોડસેની બેંચ સમક્ષ થઈ હતી. તેમના વતી વરિષ્ઠ વકીલ બેની ચેટરજીએ કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલ નવેમ્બર 2020માં તેમની પત્ની અને બાળકોને ભારત પરત લાવવા પાકિસ્તાન જવા માટે સંમત થયા હતા, પરંતુ પાકિસ્તાન સરકારે ફ્લાઈટ ઉપડવાના ત્રણ કલાક પહેલા વિઝા રદ કરી દીધા હતા. આ ઉપરાંત અચાનક વિઝા રદ કરવા માટે કોઈ કારણ પણ આપવામાં આવ્યું ન હતું અને કોઈ આગોતરી સૂચના આપવામાં આવી ન હતી.


નડિયાદવાલાએ જણાવ્યું હતું કે મે છ મહિના પહેલા મારા બાળકો સાથે છેલ્લી વાત કરી હતી, જ્યારે લાહોર ફેમિલી કોર્ટે 9 જૂન 2022ના રોજ બાળકોની કસ્ટડી તેમની પત્નીને સોંપતી વખતે તેમને મહિનામાં બે વાર વોટ્સએપ અથવા સ્કાઈપ પર વાત કરવાનું કહ્યું હતું. અગાઉ વિદેશ મંત્રાલય તરફથી હાજર રહેલા વકીલે બેન્ચને કહ્યું હતું કે અરજદાર (નડિયાદવાલા)ના બાળકોના પાસપોર્ટ ઓક્ટોબર અને નવેમ્બર 2021માં સમાપ્ત થઈ ગયા છે. પરંતુ નવીકરણ માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો નથી. ભારતીય હાઈ કમિશને 11 વખત પાકિસ્તાન સાથે આ મુદ્દે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. ઈન્ટરપોલનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ કુલદીપ પાટીલે જણાવ્યું હતુંકે આ કેસમાં યલો નોટિસ જારી કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 16 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button