નેશનલ

રજાઓમાં પર્યટન સ્થળો પર ધસારોઃ આપણે ફરી 2021ની ભૂલ તો નથી કરી રહ્યા ને?

શિમલા: ક્રિસમસના તહેવારની રજાઓ ગાળવા લોકો વિવિધ હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તહેવારની સાથે સાથે દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટના કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે જેના કારણે પ્રસાશનની ચિંતામાં વધારો થયો છે, હાલ હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો સલાહ આપી છે કે લોકોએ 2021 વાળી ભૂલ ફરીથી ન કરીને ઘરે રહીને જ તહેવાર ઉજવવો જોઈએ.

દેશમાં કોરોના વેરીઅન્ટ JN.1ના કેસો વધી રહ્યા છે, ભારતમાં અત્યાર સુધીમાં JN.1ના 6૦થી વધુ કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જોતા ડોકટરો અને આરોગ્ય વિભાગે લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ લોકો ફરીથી તેની અવગણના કરી રહ્યા છે અને રજાઓમાં વિવિધ ફેસ્ટીવલ્સ અને પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યમાં લોકો એકત્રિત થઇ રહ્યા છે.


એક અહેવાલ મુજબ છેલ્લા 72 કલાકમાં શિમલામાં 55 હજારથી વધુ વાહનો પ્રવેશ્યા છે. જેમાં લાખો પ્રવાસીઓ ફરવા આવ્યા છે. 65 હજાર લોકો લાહૌલ અને સ્પીતિ તરફ ગયા છે. મનાલીમાં પણ 1 લાખથી વધુ પ્રવાસીઓ હશે તેવો અંદાજ છે. અહીં તમામ ગેસ્ટ હાઉસ અને હોટલોમાં બુકિંગ ફૂલ થઇ ગયું છે.


મસૂરી પણ સંપૂર્ણ રીતે પ્રવાસીઓથી ભરેલું છે. મસૂરીમાં 90 ટકા હોટલ અને ગેસ્ટ હાઉસ નવા વર્ષ માટે પહેલેથી જ બુક થઈ ગયા છે. રવિવારે મસૂરીના રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ હતો.


નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની પ્રથમ વેવ પછી જ્યારે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી ત્યારે દેશના વિવિધ ભાગોમાંથી લાખો લોકો પહાડોમાં ફરવા ગયા હતા. તેમાંથી ઘણા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, તેની અસર બીજી વેવમાં જોવા મળી હતી. એક જ દિવસમાં લાખો દર્દીઓ સંક્રમિત થયા અને હજારો લોકો મૃત્યુ પામ્યા. 2022માં જ્યારે ઓમિક્રોન આવ્યો ત્યારે પણ બેદરકારીને કારણે ગ્રાફ વધ્યો હતો. આ વખતે JN.1 પ્રકાર છે અને ફરીથી કેસ વધવા લાગ્યા છે. તેથી, નિષ્ણાતો સાવચેતી સાથે ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button