નેશનલ

ક્રાઉડ ફંડિંગ દ્વારા કોંગ્રેસને અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા મળ્યા, આ રાજ્યમાંથી સૌથી વધુ

નવી દિલ્હી: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભંડોળ એકઠું કરવા કોંગ્રેસે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું છે. લોકો પાર્ટીને દાન આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા અજય માકને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને પાર્ટીને મળેલા દાન અંગે માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીને https://donateinc.in પર ‘ડોનેટ ફોર દેશ’ ક્રાઉડ ફંડિંગ અભિયાન હેઠળ 5.35 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. માત્ર એક સપ્તાહમાં 2 લાખ લોકો આ અભિયાનમાં જોડાયા છે.

અજય માકને એ પણ જણાવ્યું કે પાર્ટીને ક્રાઉડ ફંડિંગ હેઠળ કયા રાજ્યમાંથી કેટલું દાન મળ્યું છે. કોંગ્રેસ પાર્ટીને મળેલા દાનની બાબતમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ક્રાઉડ ફંડિંગ દ્વારા 82 લાખ 48 હજાર 222 રૂપિયાનું દાન મળ્યું છે. દિલ્હીમાં 38 લાખ 93 હજાર 181 રૂપિયા દાનમાં મળ્યા છે. છત્તીસગઢમાં 18 લાખ 87 હજાર 741 રૂપિયાનું દાન મળ્યું છે.

કોંગ્રેસને રાજસ્થાનમાં રૂ. 57 લાખ 73 હજાર 149 એટલે કે 15.85 ટકા, ઉત્તર પ્રદેશમાં રૂ. 47 લાખ 7 હજાર 165 એટલે કે 11.88 ટકા, હરિયાણામાં રૂ. 46 લાખ 84 હજાર 72 એટલે કે 4.18 ટકા, કર્ણાટકમાં રૂ. 31 લાખ 56 હજાર એટલે કે રૂ. 4.34 ટકા છે, તેલંગાણામાં 27 લાખ 82 હજાર 987 એટલે કે 6.45 ટકા, મધ્યપ્રદેશમાં 27 લાખ 9 હજાર 64 એટલે કે 6.28 ટકા, તમિલનાડુમાં 24 લાખ 6 હજાર 807 એટલે કે 4.50 ટકા દાન ક્રાઉડ ફંડિંગ દ્વારા પ્રાપ્ત થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button