નેશનલ

વહેલી સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ

લદ્દાખ: આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે 4.33 વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું. 34.73 અક્ષાંશ અને 77.07 રેખાંશ પર આ ભૂકંપ આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના નજીકના કિશ્તવાડ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, કિશ્તવાડમાં ભૂકંપ સવારે 1.10 વાગ્યે 5 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.

જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાનના સમાચાર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button