નેશનલ

અમેરિકામાં નાતાલની પૂર્વ સંધ્યાએ મોલમાં ગોળીબાર

કોલોરાડો: નાતાલની પૂર્વ સંધ્યાએ અમેરિકાના કોલોરાડો રાજ્યમાં એક શોપિંગ સેન્ટરમાં ગોળીબારની ઘટના ઘટી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને જીવલેણ ગોળી મારવામાં આવતા મૃત્યુ થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.
કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગ દ્વારા એક્સ પર જણાવ્યા મુજબ કોલોરાડો સ્પ્રિંગ્સના સિટાડેલ મોલમાં બપોરે લોકોના બે જૂથો વચ્ચે થયેલી લડાઇમાં ગોળીબાર થયાના અહેવાલ મળ્યા હતા. એક વ્યક્તિનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થવાથી સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેમાંથી બેને ગંભીર ઇજા થઇ હતી. પોલીસે આ ઘટનામાં કેટલાક લોકોની અટકાયત કરી હતી અને તેમની સંડોવણી હોવા અંગે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગોળીબારની ઘટના બાદ મોલને ખાલી કરવામાં આવ્યો હતો અને બંધ કરવામાં આવ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button