નેશનલ

વર્ષ 2023માં કાશ્મીરમાં 35 જવાન શહીદ

85 આતંકવાદી ઠાર, 14 નાગરિકની હત્યા

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં 35 જવાન શહીદ થયા હોવા ઉપરાંત 85 આતંકવાદી ઠાર મરાયા હતા તેમ જ 14 નાગરિકની હત્યા કરવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં 35 જવાન શહીદ, 85 આતંકવાદી ઠાર અને 14 નાગરિકની હત્યા સહિત કુલ 134 જણનો ભોગ લેવાયો છે.
બંધારણની કલમ 370 હટાવ્યાના સાડાચાર વર્ષ બાદ પણ કાશ્મીર લોહીથી લથપથ છે. કલમ 370 હટ્યા બાદ
કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ જશે એવા કરવામાં આવેલા દાવો મુજબ કાશ્મીરમાં હજુ પણ શાંતિ સ્થાપી શકાઈ નથી. કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ હજુ પણ અવિરત ચાલી રહી છે.
વર્ષ 2023માં નિયમિત કરવામાં આવતી આતંકવાદવિરોધી કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 35 જવાન શહીય થયા છે.
જમ્મુમાં નવ અને કાશ્મીર ખીણપ્રદેશમાં ત્રણ ઍન્કાઉન્ટર એમ કુલ નવ ઍન્કાઉન્ટરમાં 35 જવાન શહીદ થયા હોવા ઉપરાંત નવ ઘાયલ થયા હતા.
ઉપલબ્ધ આંકડાઓ મુજબ જમ્મુના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ઓછામાં ઓછા પચીસ અને કાશ્મીરમાં નવ જવાન શહીદ થયા હતા.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button