નેશનલ

દેશનાં સાત રાજ્યમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસ વધ્યા

નવી દિલ્હી: કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોનાના જેએન.વન વૅરિયન્ટના 35 કેસ નોંધાયા હોવાનું મુખ્ય પ્રધાન દીનેશ ગુંડુ રાવે સોમવારે કહ્યું હતું.
જેએન.વનને કારણે મૃત્યુ પામેલાંઓમાં અન્ય બીમારી પણ જોવા મળી હોવાનું તેમણે કહ્યું હતું. નવો ફેલાઈ રહેલો કોરોનાનો વૅરિયન્ટ નવો કે અચાનક રીતે આવી પડેલો નથી એમ જણાવી તેમણે લોકોને ન ગભરાવા તેમ જ ચિંતા નહીં કરવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત દેશનાં સાત રાજ્યમાં કોરોનાનો નવો વૅરિયન્ટ જેએન.વન ઝડપથી ફેલાઈ રહ્યો હોવાને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.
અસરગ્રસ્ત રાજ્યો સહિત દેશભરમાં આ વાઈરસ વધુ ન ફેલાય તે માટે સતર્ક રહેવાની જાણ કરતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કર્ણાટક અને પંજાબ સરકારે પણ ગીરદીવાળી જગ્યા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે.
એક અહેવાલ મુજબ 24 ડિસેમ્બર સુધીમાં દેશમાં જેએન.વનના કુલ 90 કેસ નોંધાયા હતા.
કોરોનાના આ નવા વૅરિયન્ટના સૌથી વધુ કેસ (35) કર્ણાટક, ગોવામાં (34) તો મહારાષ્ટ્રમાં નવ, કેરળમાં છ, તમિળનાડુમાં ચાર, તેલંગણામાં બે એમ કુલ મળીને 90 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા પચાસ કેસ નોંધાયા હતા. કોરોનાના નવા નોંધાયેલા કેસમાંથી નવ જેએન.વનના હોવાનું તેમણે કહ્યું હતું.
ગુજરાતમાં પણ હાલમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે, પણ તેમાંથી જેએન.વનના કેટલા કેસ છે તે જાણી શકાયું નથી. (એજન્સી) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button