આમચી મુંબઈ

મીરા-ભાયંદરની સફાઈ માટે નવો નુસખો

ક્યુઆર કોડથી પાલિકા સાફ કરશે કચરો

થાણે: નવા વર્ષમાં ક્યુઆર કોડની ટેક્નિકથી મીરા-ભાયંદરની સૂરત બદલાઇ જશે. કચરાના વર્ગીકરણમાં મીરા-ભાયંદર પાલિકા આ ટેક્નિકનો વપરાશ કરવા જઇ રહી છે. વોર્ડ-13માં શરૂ કરવામાં આવેલા પાઈલોટ પ્રોજેક્ટને ધારી સફળતા મળી છે. નવા વર્ષમાં પાલિકા તેને પૂરા શહેરમાં અમલમાં લાવશે. પાલિકા નાયબ કમિશનર રવિ પવારે જણાવ્યું હતું કે આખા રાજ્યમાં મીરા-ભાયંદર પહેલી એવી પાલિકા હશે જે આવો પ્રયોગ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોલિડ `વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-2016′ હેઠળ શહેરોમાં કચરાને સૂકામાં વર્ગીકૃત કરવાનું અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી તમામ પાલિકાને આ સંદર્ભનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મીરા-ભાયંદર પાલિકા શહેરનાં તમામ ઘરો અને વ્યાવસાયિક એસ્ટાબ્લિશમેન્ટમાં આ ક્યુઆર કોડ લગાવશે. આ ક્યુઆર કોડ એક મોબાઈલ એપ સાથે જોડાયેલો હશે. પાલિકાના કર્મચારી સવારે જ્યારે ઘરે કે વ્યાવસાયિક એસ્ટાબ્લિશમેન્ટમાં કચરો લેવા જશે
ત્યારે આ ક્યુઆર કોડના માધ્યમથી મોબાઈલ એપમાં કચરાના વર્ગીકરણના બાબતે જાણકારી આપી શકશે. દરમિયાન સફાઈ કર્મચારી કચરો વર્ગીકૃત ન હોય એવી સ્થિતિમાં તેના ફોટોને પણ એપમાં અપલોડ કરી શકે છે. કચરો વર્ગીકૃત ન કરવા પર કચરો ઉઠાવવામાં નહીં આવે અને દંડાત્મક કાર્યવાહી પણ થશે.
નાયબ કમિશનર પવારે જણાવ્યું હતું કે કચરાના વર્ગીકરણ સંબંધિત જાણકારી સોસાયટીના સેક્રેટરી-ચેરમેનથી લઇને પાલિકા કમિશનર સુધી હશે. એપમાં ફ્લેટધારક, સોસાયટી, એરિયા સુપરવાઈઝર અને સેનેટરી ઈન્સ્પેક્ટર માટે એક્સેસ છે. આ ઉપરાંત પાલિકા પ્રશાસનમાં કમિશનર, નાયબ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર પણ પોતાના કોમ્પ્યુટરમાં દરરોજ મોનિટરિંગ કરી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…