તરોતાઝા

કોરાના કેર વર્તાવવા આવી રહ્યો છે ત્યારે ટેક કેર


કવર સ્ટોરી – મુકેશ પંડયા

લ્યો હવે કોરોનાના નવા વેરિએન્ટ જે એન 1 નું સંક્રમણ ભારતમાં થઈ રહ્યું છે. શિયાળામાં આ વિષાણુ ઝડપથી ફેલાઈ શકે એ વાત પણ સાચી. જોકે, એક વાતની નિરાંત છે. નિષ્ણાતો ક્હે છે આ વિષાણુ ઝડપથી ફેલાશે ખરા પણ વધુ જોખમી નથી. હા સાવધાની રાખવી પડશે.

ખાસ કરીને વૃદ્ધજનો, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવી વ્યક્તિ અને જેમના શરીરમાં બીજી બધી બીમારી છે તેવા લોકોએ વધુ સાવચેત રહેવુ પડશે.
સૌ પ્રથમ તો જે એન 1 વિષાણુથી ફેલાતી બીમારીના લક્ષણ વિશે જાણી લઈએ.

માથુ દુખવું, ગળામાં ખરાશ થવી, તાવ આવવો, ખાંસી થવી, થાક લાગવો, નાકમાંથી પાણી વહેવું. આ બધા કે એમાના અમુક લક્ષણ વર્તાય તો ડાક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ વેરિએન્ટથી બચવા શુ કરવું?
આ સંક્રમણ ફેલાવતા વિષાણુઓથી બચવા ભીડભાડ વાળી જગ્યાએ ભેગા થવાથી બચવું જોઈએ. જોકે અત્યારે લગ્ન સિઝન પૂર બહારમાં ચાલતી હોઈ જો હાજરી આપવી અનિવાર્ય હોય તો જવું ખરું પણ માસ્ક પહેરવો જોઈએ. ખાસ કરીને વૃદ્ધો અને વિવિધ ક્રોનિક બીમારીથી પીડાતા લોકોએ માસ્ક ફરજિયાત પહેરવો.
જમતા પહેલા હાથ બરાબર ધુઓ. સાબુથી ધુઓ. તમારો હાથ મોં કે નાક સુધી જાય એ પહેલાં જંતુમુક્ત થયેલો હોવો જોઈએ.
લગ્ન કે અન્ય જાહેર કાર્યક્રમના સ્થળે સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવી. ઘરે પણ સેનેટાઈઝર હાથવગું રાખો. અભેરાઈ પર ચઢાવી દીધુ હોય તો હેઠુ ઉતારો. કમ સે કમ 60 ટકા આલ્કોહોલ હોય તેવા સેનેટાઇઝરનો ઉપયોગ કરો. દુકાનો,મોલ કે બેન્ક અને ઓફિસમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવી જોઈએ. ગરમ હૂંફાળુ પાણી પીઓ. તેના કોગળા કરો.

બુસ્ટર ડોઝ બાકી હોય તો લઈ લેવો જોઈએ.
તમે લીધેલી રસી તમને જોખમથી બચાવશે. રોગપ્રતિકારક શક્તિ વધારશે. આ ઉપરાંત પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારતા વિટામિન સીથી ભરપૂર એવા ફળોનો છૂટથી ઉપયોગ કરો.
જો આમળા કરે મહેર
તો ભાગે કોરોનાનો કેર
હાલમાં આમળાની સિઝન ચાલી રહી છે. આમળા ફળ તો છે. પણ ફળ કરતાંય વધુ એ એવું રસાયણ છે જે તન – મનને અત્યંત ફાયદાકારક છે. આપણા ઋષિમુનિઓ આ ઋતુમાં આમળામાંથી ચ્યવનપ્રાસ બનાવીને ખાતાં અને સ્વસ્થ જીવન જીવતાં. દિવાળી પછી આવતી કાર્તિક સુદ નોમના દિવસે આમલકી નોમ ઉજવાય છે, આમળાના વૃક્ષોની પૂજા થાય છે. વિચાર કરો. શિયાળામાં આમળા કેટલું આદરપાત્ર સ્થાન ધરાવતા હશે.
હાલના વિજ્ઞાને પણ આમળાની મહત્તા સ્વીકારી છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સી જરૂરી છે. તેને માટે આપણે મોસંબી સંતરા જેવા ફળો ખાઈએ છીએ ત્યારે તમને જણાવી દઇએ કે આમળામાં સંતરા કરતા સત્તર ગણુ વિટામિન સી હોય છે. હાલ આમળા સસ્તા મળે છે ત્યારે કોરોના સામે ઢાલ બની શકે છે તેવા આમળા ઉપયોગમાં લેવા જોઈએ. જો બાળકોને આ ફળ ખાટા લાગે તો બજારમાં મધ કે સાકર મિશ્રિત સ્વીટ આમળા પણ મળે છે તે સારી ક્વોલિટીના ખવડાવવા જોઈએ. આમળાનો રસ કાઢી . ગોળ-મીઠુ નાખીને પી શકાય.
આમળાને મીઠા સાથે ચોળી તેને સૂકવીને મુખવાસ તરીકે ખાઈ શકાય. આમળાનો મુરબ્બો કે જામ પણ બનાવી શકાય છે. પણ જો તાજા આમળા ચાવીને ખાવ કે મીઠું ચોપડીને ખાવ તો વધુ લાભ આપે છે. આમળામાં ફાઈબર્સ વધુ પ્રમાણમાં હોય આપણી પાચન ક્રિયા પણ સુધરે છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જેનું પેટ સાફ
તેના સઘળા ગુના માફ એ કહેવત તો તમે સાંભળી જ હશે.
જો લગ્નોમાં મીઠાઇઓ ખાઈને શરીરમાં સુગર વધારી હોય તો આમળાનું સેવન ફાયદાકારક રહેશે કારણકે તેમાં રહેલું ક્રોમિયમ ડાયાબિટીસને નિયંત્રણમાં
રાખે છે.
આમળા ખાવાથી પેટ ભરેલું લાગે છે. વધુ ખાવાની ઈચ્છા પર નિયંત્રણ આવે છે જેને કારણે શરીરનું વજન ઓછું થાય છે.

આમળા કુદરતી રીતે લોહીને શુદ્ધ કરે છે.
ખીલ ફોડલીઓથી ચહેરાને બચાવે છે. વાળ અને ચામડીનું સૌન્દર્ય અને ગુણવત્તા વધારે છે.
એમ કહોને કે આમળામાં એટલા બધા ગુણ છે જે પૂરા શરીરના કોષોને નવજીવન આપી શકે છે. કાયાકલ્પ કરી શકે છે.
આ ઉપરાંત પાલક, વિવિધ રંગના કેપ્સિકમ અને બ્રોકોલી જેવા શાકભાજી હાલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેનો ઉપયોગ કરવાથી તમે કોરોનાના કેરથી બચી શકશો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત