આપણું ગુજરાત

ફ્રાન્સમાં ફસાયેલા 96 ગુજરાતીઓનો વીડિયો વાયરલ: મહેસાણાનાં ત્રણ ગામનાં વતનીઓ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સની રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો તપાસમાં બહાર આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કાઢી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. ત્યારે હાલ ફ્રાન્સ એરપોર્ટ પર રઝળી રહેલા ગુજરાતી પ્રવાસીઓનો વીડિયો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં અમેરિકા જતા ચાર્ટર પ્લેનના પ્રવાસીઓમાં પકડાયેલા 306 પૈકી 96 જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના છે. આ તમામ મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસ્મા ગામના છે. જોકે, સ્થાનિક ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આ અંગે કોઈ વિગતો આપવા તૈયાર નથી. ત્રણેય ગામમાંથી કોઈ વ્યક્તિ કેમેરા સામે કંઈ બોલવા તૈયાર નથી. ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં પકડાવાના ડરથી કોઈ કાઈ બોલવા તૈયાર નથી.
આ ઘટના અંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ભારતીય એનઆરજી વિભાગ સાથે સતત સંપર્કમાં છીએ. આ એમ.ઇ.એ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે. આ બાબતે જે પણ કોઈ યોગ્ય કાર્યવાહી હોય તે ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો દાણચોરી સાથે જોડાયેલો હોવાની આશંકા છે. આ ફ્લાઈટ દુબઈથી નિકારાગુઆ જઈ રહી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોનું કહેવું છે કે આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ હૈદરાબાદના શશી કિરણ રેડ્ડી હોઈ શકે છે, જે 2022ના ડિગુચા કેસનો કથિત કિગપિન છે, જેને ગુજરાત પોલીસે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. ડીંગુચા કેસમાં પણ રેડ્ડીનું કનેક્શન હોવાનું ચર્ચાય છે. રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે. દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લાં બે મહિનામાં 800 ભારતીયોના ગેરકાયદે પ્રવેશને
સરળ બનાવવા માટે 8 થી 10 ફ્લાઇટ્સ નિકારાગુઆ માટે ઉડાન ભરી છે. મહેન્દ્ર રેડ્ડી સાથે કામ કરતો હતો અને ગુજરાતમાંથી હજારો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલતો હતો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત