મુંબઈ પોલીસે મારી ધરપકડ કરી છે, મારું મૃત્યુ થાય તો… એક્ટરનો ચોંકાવનારો આક્ષેપ
એક્ટર અને ફિલ્મ મેકર કમાલ ખાનની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખુદ એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ધરપકડ થઈ હોવાની માહિતી આપી છે. 2016ના એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો એક્ટરે પોતાની પોસ્ટમાં કર્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે કમાલ ખાન દુબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે.
કમાલ ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે હું છેલ્લાં એક વર્ષથી મુંબઈમાં છું અને કોર્ટની તારીખ પ્રમાણે હું હાજરી પણ આપું છું. આજે હું નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે દુબઈ જઈ રહ્યો હતો, પણ મુંબઈ પોલીસે એરપોર્ટ પર મારી ધરપકડ કરી છે. પોલીસના મતે હું 2016ના કેસમાં વોન્ટેડ છું. સલમાન ખાને મારા કારણે ટાઈગર-3 ફિલ્મ ફ્લોપ ગઈ છે એવો આક્ષેપ કર્યો છે. જો હું પોલીસ સ્ટેશન કે જેલમાં કોઈ પણ સ્થિતિમાં મૃત્યુ પામું તો એના માટે કોણ જવાબદાર હશે એ પણ તમને ખબર જ છે.
આ પહેલાં કમાલ ખાનની 2022માં પણ ધરપકડ કરી હતી અને એ વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી. પહેલી વખત તેને દિવંગત એક્ટર ઈરફાન ખાન અને ઋષિ કપૂર માટે વિવાદાસ્પદ ટ્વીટ શેર કરી હતી અને એના માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનામાં ફિટનેસ ટ્રેનરની જાતિય સતામણી કરવા બદ્દલ પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કમાલ ખાન સોશિયલ મીડિયા પર અવારનવાર સેલિબ્રિટીઝ પર અને ફિલ્મો અંગે નેગેટિવ કમેન્ટ કરતો હોય છે અને ઘણા બધા હાથ-પગ, માથા વગરા દાવા પણ તે કરતો જ હોય છે.