આમચી મુંબઈમહારાષ્ટ્ર

2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોઈ નહીં: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ મુજબ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.

લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વિપક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે તેના પર પુછવામાં આવેલા સવાલના જવાબમાં પવારે આમ કહ્યું હતું.

વર્તમાન સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ દેશમાં નથી. આવા નિર્ણયો કેટલાક પાસાં પર આધાર રાખીને લેવામાં આવતા હોય છે, કોઈ એક કે બે વસ્તુ પર આધારિત હોતા નથી, એમ તેમણે કહ્યું હતું.

તમે લોકો ઘણો પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છો, એમ પણ તેમણે મીડિયાના પ્રતિનિધિઓને કહ્યું હતું.

મુખ્ય પ્રશ્ર્ન એ છે કે દેશના હિતોનું રક્ષણ કોણ કરી શકશે, કોના હાથમાં દેશ સુરક્ષિત અને મજબૂત બની રહેશે, કોણ દેશની પ્રતિમા આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચે લઈ જશે એ બધી બાબતો ઘણી મહત્ત્વની છે, એમ અજિત પવારે કહ્યું હતું.

આપણે તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોયા છે. ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પહેલાં અનેક અટકળો જોવા મળી હતી, પરંતુ પરિણામો પણ એવા જ આવસે એવું આવશ્યક નથી, એમ પણ તેમણે કહ્યું હતું.

ભાજપ આ રાજ્યોમાં વિજયી થયું હતું.

વિપક્ષી પાર્ટીઓ દ્વારા પુણે જિલ્લામાં રાજ્ય સરકાર વિરોદી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના પર પુછતાં તેમણે કહ્યું હતું કે એનસીપીના એક સંસદસભ્યે લોકસભામાંથી રાજીનામું આપવાની તૈયારી દાખવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button