ટોપ ન્યૂઝનેશનલ

શરદ પવારે રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું

મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે સોમવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ની નવી ચૂંટાયેલી સમિતિને સસ્પેન્ડ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે રમતગમત મંત્રાલયે આ નિર્ણય પહેલાં લેવાની આવશ્યકતા હતી.

રમતગમત મંત્રાલય દ્વારા રવિવારે રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ પહેલાં આ ફેડરેશન પર નવા પદાધિકારીઓ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીમાં બંધારણીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું કારણ આપીને સમિતિને સસ્પેન્ડ કરી નાખવામાં આવી હતી.

શરદ પવારે પુણેમાં સોમવારે કહ્યું હતું કે રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય વહેલો આવવો જોઈતો હતો. વાંધાજનક વર્તન અંગેની ફરિયાદ મહિલા રેસલરો લાંબા સમયથી કરી રહી હતી, એમ પણ તેમણે કહ્યું હતું.

આવા તત્ત્વો સામે લાંબા સમય પહેલાં નિર્ણય લેવાની આવશ્યકતા હતી. નિર્ણયને ખાસ્સો વિલંબ થયો હોવા છતાં હું નિર્ણયનું સ્વાગત કરું છું.

રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ભાજપના સંસદસભ્ય બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે તેમના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન મહિલા રેસલરના જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેમના જ વિશ્વાસુ સંજય સિંહ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા બાદ સાક્ષી મલિકે નિવૃત્તિ જાહેર કરી હતી અને પુનિયાએ તેમને આપવામાં આવેલો પદ્મશ્રીનો ખિતાબ સરકારને પાછો આપવાની જાહેરાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…