આમચી મુંબઈ

રવિવાર ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ ૧૮.૯ ડિગ્રી

મુંબઈ: રવિવાર સવારે જયારે મુંબઈગરાં જાગ્યા ત્યારે સાન્તાક્રુઝમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું ઘટીને ૧૮.૯ ડિગ્રી સેલ્સિયસ થવા સાથે મહિનાના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યો હતો. જોકે કોલાબામાં તાપમાન ૨૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલાં આ મહિને સૌથી નીચું લઘુતમ તાપમાનમાં ડિસેમ્બર ૧૨ ના રોજ હતું જ્યારે મુંબઈમાં ૧૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નાતાલના દિવસે લઘુત્તમ તાપમાન ૧૮ થી ૨૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે. દિવસનું તાપમાન (મહત્તમ) ૩૩ થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત પૂર્વીય સૂકા પવનોને આભારી છે.

પાલઘર જિલ્લાના દહાણુમાં પણ સવારનું
લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દમણમાં સવારે ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

રાજ્યમાં અન્યત્ર, મરાઠવાડના ઔરંગાબાદમાં આજે સવારે સૌથી નીચું તાપમાન ૧૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મહાબળેશ્ર્વર કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડું હતું. હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો કે મરાઠવાડામાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ તે પ્રદેશ માટે તીવ્ર ઘટાડો નથી. મરાઠવાડાના ઉદગીરમાં આજે સવારે ૧૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડીનો અનુભવ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button