ધર્મતેજ

વિજ્ઞાનના યુગમાં ઈશ્ર્વર ક્યાં?

આચમન -અનવર વલિયાણી

વૈજ્ઞાનિકોને ઈશ્ર્વરે જ બનાવ્યા છે અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પ્રભુએ જ ઘડ્યાં છે.

  • ઈશ્ર્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે અને તેણે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે.
  • વૈજ્ઞાનિકો તો ઈશ્ર્વરે ઈન્સાન જાત માટે જે અગાઉથી બનાવી રાખ્યું છે તે જ શોધો છે!
  • જેના ગ્રંથ-પુસ્તકો-કિતાબો પર સંશોધનનો લેખ લખી પીએચ.ડી. થવાય.
  • તો આવા પીએચ.ડી.ઓ કરતાં લેખો લખનારો ઈશ્ર્વર વધુ ઊંચો જ હોય ને!
  • અને ઈશ્ર્વર તો વૈજ્ઞાનિકોની અંદર પણ લપાઈને બેઠો છે!
  • તે ક્યારેય પણ ‘રિમોટ’થી વૈજ્ઞાનિકને ‘ધબ્બ’ કરી શકે છે!
    વ્હાલા શ્રધ્ધાળુ વાચક બિરાદરો!
  • વિજ્ઞાન એટલે કોઈ પણ તત્ત્વનું.
  • વિષયનું વિશેષ તલસ્પર્શી જ્ઞાન!
  • એના ગુણધર્મનું.
  • શક્તિનું.
  • બંધારણનું.
  • લક્ષ્મણરેખાનું.
  • વિનાશનું તથા
  • કેટલાં ક્ષેત્રોમાં કેવી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના સિદ્ધાંતોનું.
    -વિશ્ર્વમાં બધું જ શોધાઈ ચૂક્યું નથી.
  • ઈશ્ર્વરે શું શું બનાવ્યું છે તેનો બહુ જ ઓછો અંશ-ભાગ આપણને ખબર છે.
  • ઈશ્ર્વર વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો વિરોધી નથી, તેના ફક્ત આસુરી ઉદ્દેશ અને ઉપયોગનો વિરોધી છે.
  • વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો ઉપયોગ
  • સ્વાર્થ * ગર્વ કે * મદમાં સંપૂર્ણ પૃથ્વીના જીવોનો નાશ ન કરી બેસે તે ચિંતા-ફિકરનો વિષય છે.
  • વિજ્ઞાનના લીધે પોતાના જ નાશનો સામાન આ પૃથ્વીના માનવો ભરી બેઠા છે અને તેને
    રોકવાનો રસ્તો-જ્ઞાન-ઉકેલ ફક્ત આધ્યાત્મિક સાયન્ટિસો પાસે છે, જેને આપણે ‘સંત’ તરીકે સંબોધીએ છીએ.
    … વિજ્ઞાન શિક્ષણ આપી શકે, તે સંદર્ભની જાણકારી આપી શકે, ડિગ્રી-માસ્ટરી આપી શકે, પણ સાક્ષર તો રાક્ષસ પણ થઈ શકે.
  • રાવણ પાસે ઐશ્ર્વર્ય તથા યુદ્ધના વિજ્ઞાનનું દસ માથા જેટલું જ્ઞાન હતું!
  • ભૌતિક વિજ્ઞાન તથા શિક્ષણ સંતોનું, સૂફ-ઓલિયા-શાહો-મહાત્માઓનું ઉત્પાદન કરી ન શકે.
  • ઈશ્ર્વર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનનો મહોતાજ કેમ હોઈ શકે?
  • વૈજ્ઞાનિકો નવી નવી શોધો કર્યા કરે છતાં પણ ઈશ્ર્વરના ખજાનામાં ખૂટે નહીં એટલાં
    ઐશ્ર્ચર્ય ને નવીનતાની અદ્ભુત ચમત્કારિકતા ભરેલી છે.
  • મનુષ્યને એમ લાગે છે કે વિજ્ઞાનના આ યુગમાં ઈશ્ર્વરને માનવની મદદની જરૂર પડશે.
  • કોઈએ તો ઈશ્ર્વરની ચિંતા કરવાની જરૂર છે!
  • તો હે નાશવંત માનવો! કોઈએ પણ ઈશ્ર્વરની ચિંતા-ફિકર કરવાની જરૂર નથી.
  • ઈશ્ર્વર તો જ્યાં હતા ત્યાં જ છે.
  • તે સર્વવ્યાપી.
  • અજરામર છે.
  • તે કણકણમાં, રોમેરોમમાં છે. વરસાદનાં પ્રત્યેક ટીપાં-બુંદની ગણતરી તેની પાસે છે, અને
    આગળ કહ્યું તેમ તે સર્વવ્યાપી છે-નિરાકાર છે-તેનો કોઈ આકાર-પ્રકાર નથી, તે દિલની પ્રત્યેક
    ધડકનોથી વાકેફ-પરિચિત છે.

બોધ:
– ભૌતિક વિજ્ઞાન સિવાયનું પણ વિજ્ઞાન છે અને આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા તે ઈશ્ર્વરને અનુભવી શકે અને પામી પણ શકે, મિત્ર પણ બનાવી શકે. ઈશ્ર્વર જીવનરથના ચાલક પણ બની શકે. હા, શરત માત્ર એટલીજ કે ચાલક લઈ જાય ત્યાં અને તેમ જવું પડે. એ વિષયના વૈજ્ઞાનિકને પોતાની ઈચ્છા-અભિમાન-કર્તાપણું બધું જ છોડવું પડે.

સનાતન સત્ય:
ઈશ્ર્વર સર્વમાં રહીને પણ અલગ રહી શકે તેવી સિદ્ધિ તેની પાસે છે અને વૈજ્ઞાનિક ઈશ્ર્વરને પામવા જાય-નાથવા જાય તો તેમાં જ વિલીન થઈ જાય. વૈજ્ઞાનિકોનું અસ્તિત્વ જ ન રહે એ સનાતન સત્યને હવે સમજી લેવાનો સમય ઘર આંગણે આવીને ઊભો રહી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button