Uncategorized

700 રૂપિયામાં થાર કાર ખરીદનારને આનંદ મહિન્દ્રાએ આપ્યો આવો જવાબ…

સોશિયલ મીડિયાએ આજકાલના સમયમાં પોતાની ભાવના વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ બની ગયું છે અને અહીં ક્યારે કઈ વાત કે વીડિયો વાઈરલ થઈ જાય એ કંઈ કહેવાય નહીં. આજે અમે અહીં આવા જ એક વીડિયો વિશે તમને જણાવવા જઈ રહ્યા છે. આ વીડિયોમાં એક નાનકડો ઢબુડો કંઈક એવી વાત કહી ગયો હતો કે જે સાંભળીને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ પોતાની જાતને હસતાં રોકી શક્યા નહોતા અને એને કંઈક એવો જવાબ આપ્યો હતો કે એ જવાબ પણ વાઈરલ થઈ રહ્યો છે.

બાળકોની વાત કરીએ તો બાળક એકદમ ભોળા હોય છે અને તેમને કોઈ પણ બદીઓ સ્પર્શી શકતી નથી. એમના મનમાં જે હોય છે એ બસ તેઓ બોલી દે છે અને ઘણી વખત તો આ વાત સાંભળીને આપણું મન પણ એકદમ પ્રસન્ન થઈ જાય છે. આ બાળક 700 રૂપિયામાં થાર ખરીદવા માંગે છે અને એ પાછળ તેણે એવું કારણ આપ્યું હતું કે જે સાંભળીને તમે પણ હસી પડશો.

https://twitter.com/i/status/1738825536573768170

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જે બાળક જોવા મળી રહ્યું છે એનું નામ ચીકુ યાદવ છે અને તે નોએડાનો રહેવાસી છે.
વાઈરલ વીડિયોમાં ચીકુ પોતાના પિતાને થારને 700 રુપિયામાં ખરીદવા મુદ્દે ચર્ચા કરે છે, જે તેના પિતા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે થાર અને એક્સયુવી 700 એક જ કાર છે અને તેને 700 રુપિયામાં ખરીદી શકાય છે. જોકે, તેના પિતા તેને સમજાવવાની કોશિશ કરે છે કે થાર અને એક્સયુવી 700 રુપિયામાં ખરીદી શકાય નહીં. પણ બાળક તો તેની જીદ પર અડગ રહે છે, જ્યારે આ વીડિયો જોરદાર વાઈરલ થાય છે અને લોકો પણ અવનવી પ્રતિક્રિયા આપે છે, તેનાથી ખૂદ મહિન્દ્રા પણ બાકાત રહેતા નથી અને મજાની ટિપ્પણી કરે છે.

આ ક્યુટ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે મારા એક મિત્રએ મને આ વીડિયો મોકલાવ્યો છે અને કહ્યું કે તેઓ ચીકુને ખૂબ જ પ્રેમ કરે છે અને આ વીડિયો જોયા બાદ તો હું પણ ચીકુને પ્રેમ કરવા લાગ્યો છું. બસ ખાલી સમસ્યા એટલી છે કે હું 700 રૂપિયામાં થાર કાર નહીં આપી શકું ચીકુને કારણ કે જો અમે આવું કરીશું તો અમે બહુ જ જલદી દિવાળીયા થઈ જઈશું.

સોશિયલ મીડિયા પર ચીકુનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button