ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
આગ લાગે ત્યારે હવાડામાં આવે
ઉતાવળે ક્યારે તીખાં ન લાગે
કૂવામાં હોય તો આંબા ન પાકે
ટાઢે પાણીએ કૂવો ન ખોદાય
મફતનાં મરી તો ખસ નીકળવી
ઓળખાણ પડી?
સોલંકી રાજા કર્ણદેવની રાણી મીનળદેવીએ ધોળકા ગામમાં બાંધેલા તળાવની ઓળખાણ પડી? આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે.
અ) રણમલ તળાવ બ) હમીરસર તળાવ ક) મલાવ તળાવ ડ) દૂધિયું તળાવ
ગુજરાત મોરી મોરી રે
છ દાયકાથી ઠેકઠેકાણે રામ કથાનું વાંચન કરી
સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપનારા મોરારિબાપુનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો એ જણાવો.
અ) જૂનાગઢ બ) મહુવા ક) તલગાજરડા ડ) બોટાદ
માતૃભાષાની મહેક
ઉપનિષદોમાં બે લોક માનેલા છે: આ લોક અને પરલોક. પૌરાણિક કાળમાં સાત લોકની કલ્પના થઈ. તે આ પ્રમાણે છે: ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક. પાછળથી તેની સાથે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ મેળવીને ચૌદ લોક કરવામાં આવ્યા. આ પ્રમાણે ચૌદ લોક કે ભુવન માનેલા છે.
ઈર્શાદ
મોબાઈલ આવ્યો એ દિ’ માણસની કુંડળીમાં,
બધ્ધા જ ખાને ઝીરો મોબિલિટી લખાણી.
—- વિવેક મનહર ટેલર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વિદ્યાર્થીએ ભણતર દરમિયાન ખૂબ મહેનત કરી હતી જેને પગલે એનો બેડો પાર થઈ ગયો. બેડો પાર થઈ ગયો એનો અર્થ જણાવો.
અ) પાણી ભરાઈ ગયું બ) સખત મહેનત કરી
ક) સફળતા મળવી ડ) નોકરી મળી ગઈ
માઈન્ડ ગેમ
ખૂબ જ જાણીતા અને લહેકાવાળા લોકગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
પાણી ગ્યાતાં રે બેની અમે તળાવનાં રે, ——— લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે.
અ) કૂવેથી બ) રસ્તેથી ક) પાળેથી ડ) પાલનહાર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
A B
સિંહના પેટમાં સાબર ન પાકે
હાથીઓ લડે ને ઝાડનો ખો નીકળે
સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં
વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
કાગડાને શ્રાપે કંઈ ઢોર ન મરે
ગુજરાત મોરી મોરી, રે
ઉલૂપી
ઓળખાણ પડી?
ડભોઈ
માઈન્ડ ગેમ
દયામય
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સખત મહેનત કરવી