નેશનલમનોરંજન

“ડંકી” ફિલ્મનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્ક્રીનીંગ યોજાયું..

તાજેતરમાં રિલીઝ થયેલી બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’નું ખાસ સ્ક્રીનીંગ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવ્યું, ફિલ્મની ટીમ દ્વારા આ અંગે નિવેદન બાહર પાડવામાં આવ્યું છે.

બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ પછી ‘ડંકી’ શાહરૂખ ખાનની 2023ની ત્રીજી ફિલ્મ છે. 21 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ કોમેડી ડ્રામા ફિલ્મ મિત્રતા અને ગેરકાયદે ઇમિગ્રેશનના વિષય પર આધારિત છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. એવામાં હવે ફિલ્મ સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ડંકી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું.

તેના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો ‘ડંકી’એ તેની રિલીઝના ત્રણ દિવસમાં જ વિશ્વભરમાં રૂ. 150 કરોડ અને ભારતમાં રૂ. 75 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે રૂ. 29.20 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ બીજા દિવસે રૂ. 20.12 કરોડની કમાણી કરીને તેના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ત્રીજા દિવસે રૂ. 26 કરોડની કમાણી કરીને પુનરાગમન કર્યું હતું.

રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરૂખ સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જ્યારે 22મી ડિસેમ્બરે આ ફિલ્મની ટક્કર પ્રભાસની પાન ઈન્ડિયા ફિલ્મ ‘સલાર’ સાથે થઈ હતી. ‘સલાર’ એ તેના પ્રથમ બે દિવસમાં વિશ્વભરમાં 243 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાં પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ, બોબી સિમ્હા, ઈશ્વરી રાવ અને શ્રિયા રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button