કુસ્તી સંઘને સસ્પેન્ડ કર્યા પછી કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, કોણ ચલાવશે જાણો?
નવી દિલ્હીઃ ત્રણ દિવસ પહેલા કુસ્તી મહાસંઘની ચૂંટણી થયા પછી સૌથી મોટી ઉથલપાથલ થઈ છે, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહને પ્રમુખ બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખનો પહેલવાનોએ જોરદાર વિરોધ કર્યા પછી આજે કેન્દ્ર સરકારે નવા આદેશ સુધી નવા સંગઠનની નિમણૂક રદ કરવાનો આદેશ આપ્યા પછી કેન્દ્ર સરકારે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનને કુસ્તી સંઘ ચલાવવા માટે પેનલ બનાવવાનો આદેશ આપ્યો છે.
કુસ્તી મહાસંઘને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો હતો, જે સમિતિ કુસ્તી મહાસંઘનું કામકાજ પણ જોશે. ભારતીય વુશૂ સંઘના પ્રમુખ બુપેન્દ્રર સિંહ બાજવા અને રાઈફલ કોચ સુમા શિરુર સિવાય હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પણ સામેલ થશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)એ અગિયાર મહિનાથી વિવાદોમાં છે, જેમાં ગયા વર્ષે જાન્યુઆરી મહિના દરમિયાન પહેલવાનો પૈકી સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિત અન્ય મહિલાઓએ તત્કાલીન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ બજરંગ પૂનિયા સહિત અન્ય પુરુષોએ પણ પ્રદર્શન કર્યું હતું.
આ મુદ્દે કેન્દ્ર સરકારે પણ તેમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એની વચ્ચે 21મી ડિસેમ્બરે ડબલ્યુએફઆઈની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના સાંસદ બ્રિજભૂષણના નજીક સંજય સિંહને પ્રમુખ બનાવ્યા હોવા મુદ્દે વિવાદ ઊભો તયો હતો, ત્યારબાદ રમત ગમત મંત્રાલયે કુસ્તી સંઘને સસ્પેન્ડ કર્યો હતો.
આ મુદ્દે પહેલવાનો તરફથી સરકારના નિર્ણયને વધાવવામાં આવ્યા હતા, જેમાં સાક્ષી મલિકે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ બજરંગ પૂનિયાએ પદ્મ શ્રી સરકારને પરત આપ્યો હતો. જોકે, સરકારના આજના નવા આદેશને કારણે પહેલવાનોએ ખુશી વ્યક્ત કરીને બજરંગે પદ્મ શ્રી પાછો સ્વીકારવાની વાત જણાવી હતી.