હાર્દિક પંડ્યાના ફેન્સ માટે આવ્યા Good News, જાણી લો શું છે એક ક્લિક પર…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ગેમમાંથી બહાર છે અને ગઈકાલે તો એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે કદાચ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની 3 મેચની T-20ની સાથે સાથે આઈપીએલ-2024 પણ નહીં રમે. આ સમાચાર સાંભળીને ફેન્સ થોડા નિરાશ થઈ ગયા હતા, પરંતુ હવે ફેન્સ માટે ગુડ ન્યુઝ આવ્યા છે અને આ ગુડ ન્યુઝ એવા છે કે ટૂંક સમયમાં જ પંડ્યા મેદાન પર રમતો જોવા મળશે.
જી હા, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી ત્રણ T-20 મેચની સિરીઝ રમાશે. આ સિરીઝની પહેલી મેચ 11મી જાન્યુઆરીના રમાશે અને આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાને કેપ્ટન તરીકે જોવા મળશે.
થોડાક દિવસ પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આઈપીએલ-2024માં હાર્દિક પંડ્યા કદાચ આઈપીએલ-2024 નહીં રમી શકે. પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે આઈપીએલ-2024માં હાર્દિક પંડ્યાનું રમવાનું નક્કી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા પોતાની એન્કલ ઈન્જરીમાંથી સંપૂર્ણપણે રિકવર થઈ ગયો છે અને તે સતત ટ્રેનિંગ કરી રહ્યો છે. આ પરથી એવું પણ કહેવાઈ રહ્યું છે કે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ હાર્દિક પંડ્યાનું કમબેક ફિક્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી 3 મેચની T-20 સીરિઝ રમાશે. આ સીરિઝની પહેલી મેચ 11મી જાન્યુઆરીમાં રમાશે અને ત્યાર બાદ 14મી જાન્યુઆરીના ઈન્દોરમાં બીજી મેચ રમાશે અને સીરિઝની છેલ્લી અને ત્રીજી મેચ 17મી જાન્યુઆરીના બેંગ્લોરમાં રમાશે.
ભારત અને અફઘાનિસ્તાનની T-20 સીરિઝમાં હાર્દિક પંડ્યા જ ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ટીમ ઈન્ડિયાના મિડિલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર ઈજાને કારણે રમી નહીં શકે, પરંતુ હાર્દિક પંડ્યાનું કમબેક ચોક્કસ જ એક સારા સમાચાર છે ફેન્સ માટે…