કબકે બિછડે હુએ હમ… 17 વર્ષ પછી મળ્યા અને ટીવીજગતના મિ. વાલિયા અને બાની
મુંબઈઃ એક જ ક્ષેત્રમાં કામ કરતા હોય અથવા એક જ શહેરમાં રહેતા હોવા છતાં ઘણીવાર તમે મિત્રો કે સાથીઓને મળી શકતા નથી તો તમને જણાવી દઈએ કે આવું માત્ર તમારી સાથે નહીં સેલિબ્રિટી સાથે પણ બને છે. ટેલીવિઝન કે ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ લાંબો સમય એકબીજાને ન મળ્યા હોય કે મળવાની ઈચ્છા જ ન હોય તેમ ઘણીવાર બને છે. આવું જ એક કપલ એક બે નહીં પણ 17 વર્ષે પાછું મળ્યું. ત્યારે તેમણે તો જૂની પળો યાદ કરી જ હશે પણ સાથે તેમની ટીવી સિરિયલના ચાહકોએ પણ તે ક્ષણો યાદ કરી હશે.
વાત છે કસમ સે સિરિયલની યાદ આવી? જે વર્ષ 2006માં આવી હતી. તેની ગણતરી અત્યાર સુધીની હિટ સિરિયલોમાં થાય છે. તેમાં ચાર બહેનોમાની મોટી બહેન બાની અને માલેતુજાર જય વાલિયાના પાત્રો હતા, જે પ્રાચી દેસાઈ અને રામ કપૂરે ભજવ્યા હતા. તે બન્ને 17 વર્ષ બાદ મળ્યા ત્યારે તેમણે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન લીડ એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ તેના રોલને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.
પ્રાચી દેસાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે કસમ સેના ઓડિશનમાં પોતાની ઉંમર વિશે ખોટું બોલ્યું હતું. વાસ્તવમાં, અભિનેત્રીએ કહ્યું કે તે 16 વર્ષની છે અને ટૂંક સમયમાં 17 વર્ષની થવાની છે. પરંતુ તેઓ ઓડિશન માટે 18 વર્ષથી વધુ ઉંમરની છોકરી શોધી રહ્યા હતા. તેથી જ તેણે પોતાના બાયોડેટામાં 18 વર્ષની ઉંમર લખી નાખી હતી.
જોકે આજે પણ તે બાનીના પાત્રને કારણે ચાહકો દ્વારા યાદ કરવામાં આવે છે. દરમિયાન, તેણે ચાહકો માટે સ્ટાર રામ કપૂર સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સિરિયલો છોડી પ્રાચીએ ફિલ્મોની વાટ પકડી હતી અને એકતા કપૂરની ફિલ્મ વન્સ અપૉન એ ટાઈમની મુંબઈમા દેખાય હતી. જોકે તેની કરિયર કંઈ ખાસ જામી નહીં. રામ કપૂરે તે બાદ ફરી એકતા સાથે બડે અચ્છે લગતે હૈ કરી હતી જે પર હીટ સિરિયલ હતી. થોડા સમય પહેલા કપૂરે પોતાના ઉતારેલા વજનના ફોટો શેર કર્યા હતા.