ઉત્સવ

ના ઘરના-ના ઘાટના….

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

એવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ જેમની માનસિકતા એકદમ પ્રાદેશિક હોય છે. એ પોતાના વિસ્તારમાંથી જ રાજકારણમાં આવે છે અને આખરે ત્યાંના જ સ્થાનિક ઇતિહાસમાં સમાઈને ખતમ જાય છે. એ એવું કંઈ જ વિશેષ નથી કરતાં અને આખા દેશ માટેનું જે કામ થતું હોય તો એને પણ પોતાના રાજ્યમાં થવા દેતાં નથી. પ્રાદેશિકતા તો છોડો, કેટલાક તો ખૂબ જ સ્થાનિક માનસિકતા સાથે જીવવવાળા હોય છે. એમના ટેલિફોનનો એક તાર પોતાના ગામનાં ચમચાઓ સાથે સત જોડાયેલા જ હોય છે. આવા નેતાઓ સરકારી બંગલામાં રહે, સરકારી ગાડીમાં ફરે, સરકારી ટેબલ પર સરકારી ફાઈલો પર સહી કરતાં કરતાં શ્રેષ્ઠ સ્થાનિક નેતા બનીને કોઇ ગણેશપ્રસાદને નોકરી અપાવવા માટે ચિંતામાં રહેતો હોય છે, જે એમના મિત્રનો દીકરો છે. એ કેન્દ્રીય મંત્રીના હૃદયમાં પ્રજાની નહીં, પણ મિત્રના ભત્રીજાની જ ચિંતા ખાસ હોય છે. એનાથી અલાગ બીજી બાજુએ, એવા ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ હોય છે, જે એમની ખુરશીને પ્રાદેશિક ખુરશી નહીં માનીને એને દિલ્હી કે કેન્દ્રની ખુરશી જ માને છે! એ પોતાના રાજ્યમાં રહીને પણ દિલ્હી પહોંચવા માટેનું જ સતત વિચારે છે કે કાવતરાં રચ્યા કરે છે. રાજ્ય વિશે પણ એવું જ વિચારે છે જેમ કેન્દ્ર નેતા દેશ વિશે વિચારે ..

-અને હા, જ્યાં વિરોધ પક્ષની સરકાર છે, ત્યાંના લોકો એ વાતે નસીબદાર છે કે ત્યાંના મુખ્યમંત્રીઓ લાચારીથી કમસેકમ પોતાના રાજ્ય વિશે તો વિચારે છે અને કામ પણ કરે છે. સત્તાધારી પક્ષના મુખ્યમંત્રી, ના તો ઘરના (રાજ્યનાં) કે ના તો ઘાટના (કેન્દ્રનાં) હોય છે! દિલ્હીની એક હળવી ફૂંક, રાજ્યમાં તોફાન બની જાય છે , જે મુખ્યમંત્રીની ખુરશી હવામાં ફંગોળી દે છે…એટલા માટે આ દેશમાં હાઈપ્રોફાઈલ નેતાઓની માત્ર બે જ દુર્દશા છે. કેન્દ્રમાં રહીને એ પોતાના રાજ્યના નામે રડતા રહે અથવા રાજ્યના મુખ્યમંત્રી બનીને કેન્દ્રનાં પગના તળિયા ચાટતા રહે. જ્યારે મુખ્યમંત્રીના રાજીનામાંની ખબર છપાય છે ત્યારે એમના સન્માનમાં આ પૂંછડી ચોક્કસ ચોંટાડવામાં આવે છે કે એમને કેન્દ્રના કેબિનેટમાં ચોક્કસ લેવામાં આવશે. તેઓશ્રી ઘરમાંથી નીકળીને હવે ઘાટ પર એમની સેવાઓ આપશે.

થોડા દિવસ પહેલાં, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રીને પદ પરથી હટાવામાં આવ્યા હતા ત્યારે એમના માનમાં પણ આ સમાચાર હતા કે એમને કેન્દ્રના કેબિનેટમાં ચોક્કસ લેવામાં આવશે. એ પછી સમાચાર તો હતા કે એમને કેબિનેટમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે નિષ્ફળ થવા બદલ એમનાં વહીવટી અનુભવોનો આદર કરવામાં આવશે, કારણ કે તમે સંપૂર્ણ નિષ્ફળ હોવા છતાં તમને કમસેકમ વહીવટવિષયકનો અનુભવ તો થઈ જ ગયો હશે…!

ધ્યાનથી જુઓ તો સરકારમાં ખુરશીઓ બહુ બધી નથી હોતી. એક જ ખુરશી છે. એક મોટી બેંચ- સિંહાસન અથવા મોટો પલંગ…. બધા હોદ્દા એના પર જ આધાર રાખે છે. કેન્દ્ર અથવા રાજ્ય, બધા એક જ છે અને જેવી રીતે સૂતેલા બાપની ફાંદ પર ચઢવા માટે છોકરાઓ ધમાલ કરે છે, પડા- પડી કરે છે, ધક્કા-મુક્કી કરે છે એવી જ રીતે આપણા નેતાઓ પણ કરતા
રહે છે. બેસવાનું ત્યાં જ છે, જ્યાં એમનો ભાઈ બેઠો છે. એમના માટે ધોબીના કૂતરાંની જેમ- રાજ્ય અને દિલ્હી, ઘર અથવા ઘાટ સરખાં જ છે ..ના, હકીકકતમાં એમની હાલત એ બંનેની વચ્ચે છે..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે