ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

લોકેશનમાં અલગ અલગ પ્રકાર

લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે પુલ, નદી, ઝરણાં, બગીચા વગેરે. કેટલીક જાણીતી અને પરિચિત, સેંકડો વખત જોવા મળેલાં લોકેશન વિશે જાણકારી મેળવીએ.

હર્યું ભર્યું ગામડું

ફિલ્મોમાં એક લોકેશન જોવા મળે છે, હર્યું ભર્યું ગામડું, જે અત્યંત રમણીય હોય છે. તેમાં એક ‘ગોરી’ હોય છે. ગામડામાં લીલાછમ ખેતરો હોય છે. તેમાં હરી-ભરી ગોરી ભ્રમણ કરતી હોય છે. એક નદી હોય છે અથવા તો એક ઝરણું હોય છે. ‘નદી અથવા ઝરણું બંને એકસાથે નહીં મળી શકે કોઈપણ એક રાખવું પડશે.’ ગામના લોકોમાં ઘણી ધીરજ હોય છે તેઓ એક જ વસ્તુ નદી અથવા તો ઝરણું મેળવીને સંતોષ મેળવી શકે છે. ફિલ્મમાં પૂર કે પછી દુકાળની સ્થિતિ દેખાડવાની ન હોય તો આ ગામ વર્ષના બારેય મહિના હરિયાળું રહેતું હોય છે, તેને ઋતુઓ સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. આમ છતાં ગામના લોકો ગરીબ હોય છે. તેમનો એક મૂખી હોય છે, જે કાયમ વૃદ્ધ જ હોય છે. ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા, આકે યહાં રે.’ જેવી રીતે શ્રાવણના આંધળાને બધે હરિયાળી દેખાતી હોય છે, તેવી જ રીતે પ્રેમના આંધળાને આખું ગામ જ પ્રિય લાગતું હોય છે. ફિલ્મોના આવા હરિયાળા ગામ પ્રેમીઓ અને ડાકુઓ માટે એકદમ અનુકૂળ સ્થાન હોય છે અને હા, દરેક ગામમાં એક પીપળાનું ઝાડ પણ હોય છે, જેની નીચે બેસીને પ્રેમીઓ પ્રેમમાં જીવવા-મરવાના સમ ખાતા હોય છે.

સુરંગ
ફિલ્મોમાં એક લોકેશન જોવા મળે છે, સૂરંગ એટલે કે ભોંયરું, જેમાં આધુનિક હથિયારોથી સજ્જ ખલનાયકો નાયકનો પીછો કરતા હોય છે. દેખાડી દો આ સૂરંગ એવા લોકોને જેઓ કહે છે કે ભારત એક પછાત દેશ છે. તેમને દેખાડી દ્યો કે સાયન્સમાં અમે કેટલી પ્રગતિ કરી છે, ભલે તે અંડર ગ્રાઉન્ડ જ કેમ ન હોય.

આજે અન્ડર ગ્રાઉન્ડમાં પ્રગતિ કરી છે તો આવતી કાલે ઓવર ગ્રાઉન્ડમાં પણ કરી લઈશું. અમારા માણસો પણ આધુનિક થઈ ગયા છે, ભલે પછી તે ખલનાયક કેમ ન હોય. છે તો આપણા જ દેશનો ને.

ભોંયરામાંથી વહેતું સાફ-સ્વચ્છ પાણી. આગળ એક જમણી તરફ વળાંક, બીજો ડાબી તરફ વળાંક. જમણું ભોયરું એક ભવ્ય બંગલામાં ખૂલે છે અને ડાબી તરફનું ભોંયરું પાડોશી દેશની સરહદ પાસે ખુલે છે.

પૈસા ખર્ચાય છે આવા ભોંયરા બનાવવા માટે, મફતમાં નથી બની જતી આટલી લાંબી સૂરંગ, સમજે છે શું આ લોકો આપણા દેશને ગરીબ કહે છે. તેઓ કુતુબમીનાર અને તાજમહલ જેવી ઓવર ગ્રાઉન્ડ સમૃદ્ધિ જોઈને જતા રહે છે. લાગે છે કે તેમણે આપણા દેશની અંદરની સુંદરતા જોઈ નથી. પહેલાં આવીને તે ભોંયરા જુઓ, પછી અમારી સાથે વાત કરજો, હાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button