પહેલો શાહજાદો જાળમાં ન ફસાયો તો રાજપૂતોએ બીજા સામે જોયું

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૨૪)
મહારાજા જસવંતસિંહના પત્ની દેવકી
રાણી અને અન્ય આગેવાનો સાથે ચર્ચા
બાદ નિર્ણય લેવાયો કે બાળ મહારાજા અજિતસિંહને મેવાડથી દૂર લઇ જવા એમની સલામતી માટે સિરોહીના કાલિન્દ્રી પર
પસંદગી ઉતારાઇ.
અહીંના એક વિશ્ર્વાસુ પુષ્કરણ બ્રાહ્મણ જગદેવની પત્ની પાસે અજિતસિંહ રહેશે
એવું નકકી થયું. ત્યાં પર્વત પર એક મઠ
હતો.
જેમાં બાળકુંવર પોતાની રક્ષક સ્ત્રી સાથે
રહેવા માંડ્યા. એ પર્વત પર જવાના રસ્તામાં પીપળાનું એક મોટું વૃક્ષ હતું. એની નીચે એક સંન્યાસી ધૂણી ધખાવતા આસપાસ બાજ નજરે જોતા રહે.
આ સંન્યાસી હકીકતમાં રાજકુમારની સલામતી અને રક્ષણ માટે રખાયેલા યોદ્ધા મુકુંદદાસ
ખીચી હતા! તેમણે જરૂર પડયે લડવા માટે નજીકમાં જ શસ્ત્રો દાટી રાખ્યાં હતાં. અને સૌથી મહત્ત્વની બાબત એ કેભાવિ મહારાજા અજિતસિંહને ક્યાં રખાયા છે એ સચ્ચાઇ
બે જ જાણે: વીર દુર્ગાદાસ રાઠોડ અને મુકુંદદાસ ખીચી.
દુર્ગાદાસ રાઠોડ રાજકુમારની સલામતીની વ્યવસ્થા કરીને સંતોષનો શ્ર્વાસ લેતા હતા.
ત્યારે શત્રુઓ રઘવાયા થયા હતા. હવે સૈનિકો લડવા માટે ગભરાતા હતા, પાછા જવા આતુર હતા. પણ ઔરંગઝેબ પાસે મોટું લશ્કર અને આકરી જીદ હતી.
આ સંજોગો વચ્ચે રાજપૂતોએ અને રાઠોડોએ વિચાર્યું કે ટાંચા સાધનો અને મુઠ્ઠીભર
જવાનોના જોર કયાં સુધી મોગલોનો સામનો
કરી શકાશે? પ્રશ્ર્ન અને ચિંતા એકદમ
વ્યાજબી હતા. એના કરતાં ઔરગંઝેબે જ
મૂંઝવી નાખીએ તો? એ પોતાની ખટપટમાંથી ઊંચો જ ન આવે તો આપણે ટાઢા પાણીએ ખસ જઇ શકે.
આ માટે અકલ્પનીય વ્યૂહ રચાયો કે શાહજાદાઓને ઔરગંઝેબ સાથે ભીડાવી દેવા. આ આસાન નહોતું જ, પરંતુ પ્રયાસ કરવામાં ખોટું શું?
આમ કરવા માટે સૌથી પહેલાં મોગલ સેના સાથે હળવામળવા અને સંવાદની જરૂર પડે. આ ચેનલ ખોલવા માટે સમાધાનનો દાવ ઉતર્યા મહારાણા અને અરજદારો.
સમાધાનની ચર્ચા માટે શાહજાદા મોઅજજમ સાથે મુલાકાતો શરૂ થઇ. એમાં એક વાત પર ભાર મૂકયો કે બાદશાહ અકબરે મોગલો સાથે મીઠા સંબંધ રાખીને મોગલ સામ્રાજયને એકદમ મજબૂત બનાવ્યું હતું. અને દેશભરમાં નામના રળી હતી, પરંતુ આપના વાલીદ તો રાજપૂતો સાથે સતત લડીને મોગલ સત્તાને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.
શાહજાદા મોઅજજમે ધીરજપૂર્વક વાત
સાંભળી લીધી, પરંતુ મેળે નિર્ણય લેવાની ક્ષમતા નહોતી. આથી તેણે અજમેરમાં ઔરંગઝેબ
સાથે રહેલી પોતાની માતા નવાબ બાઇની સલાહ લીધી.
સ્પષ્ટ શબ્દોમાં લખી મોકલાવ્યું, રાજપૂત ખૂબ ચતુર છે. એમની વાતોમાં આવી ગયો તો બરબાદ થઇ જઇશ. એમની સાથે વાતચીત સાવ બંધ
કરી છે.
અને શાહજાદ મુઅજજમે સમાધાન
મંત્રણા પર સંપૂર્ણ બ્રેક મારી દીધી. હવે
કરવું શું? રાજપૂતોને આ આઇડિયા ખૂબ
ગમી ગયો હતો. જો એમાં સફળ થવાય તો ઔરગંઝેબને પણ બતાવી દેવાય કે કેટલે વીસે સો થાય.
હવે તેમની નજર શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબર (૧૧ સપ્ટેમ્બર ૧૬૫૭-૩૧ માર્ચ, ૧૭૦૬) પર પડી એ ઔરંગઝેબનો ચોથો અને બેગમ દિલરસ બાનુ એની માતા.
ભવિષ્યમાં એ ઔરગંઝેબના બળવાખોર બેટા તરીકે નામ કાઢવાનો હતો એ કોઇ જાણતું નહોતું. પણ એને ઉશ્કેરવાની શરૂઆત રાજપૂતો કરવાના એ નક્કી હતું. (ક્રમશ:)