પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૨૪-૧૨-૨૦૨૩, નક્ષત્ર, વારનો સૂર્ય,
અગ્નિ આદિ પંચત્ત્વ દેવતાનો શુભ યોગ, પ્રદોષ વ્રત પર્વ

ભારતીય દિનાંક ૩, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ
સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૯-૨૬, રાત્રે ક. ૨૨-૫૭
ઓટ: સાંજે ક. ૧૬-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૮ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ, શુક્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૪૫ (તા. ૨૫)
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૨-૦૫ થી સાંજે ક. ૧૮-૫૮
મુહૂર્ત વિશેષ: પ્રદોષવ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજન, ભજન, કિર્તન, જાપ, પ્રદોષ કથા શ્રવણ, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેચવો, ખેતીવાડી, પશુ લેવડ-દેવડ, જૂની આદતો, વ્યસનો, દુર્ગુણોનો ત્યાગ કરવાના પ્રયત્નો આદરવા, કાર્યદક્ષતામાં નિપુણતા પ્રાપ્ત કરવા માટેના સંકલ્પોને સતર્કતા લાવવી. જૂનાં મતભેદોનો અંત લાવવો, ઉકેલ લાવવો, નિર્ણયોમાં ચોક્કસ બનવું. પોતાના વિચારો પરત્વે અડગ રહેવું. શૈક્ષણિક, સિવણ, વાનગી બનાવવી વગેરેમાં જ્ઞાન મેળવવું. અગ્નિદેવતાનું પૂજન કરવું. અગ્નિસંબંધિત ઉપકરણોના કામકાજ કરવા. સંતાનો બાળકોની જવાબદારીઓમાં ધ્યાન આપવું. શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ કરવો. નવા કામકાજનો પ્રારંભ કરવો. પ્રમાણિકપણું દાખવવાની તક જતી કરવી નહીં. સંબંધોને વધુ સક્ષમ બનાવવા.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે પરિવર્તનો અવાનવાર આવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-કૃત્તિકા યુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા/ વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button