Google તેના જાહેરાત વેચાણ એકમના ‘મોટા ભાગ’ને ‘પુનઃસંગઠિત’ કરવાની યોજના બનાવી રહ્યું છે, આ પગલાથી કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ છે કે આ વર્ષે 12,000 સ્ટાફ સભ્યોની છટણી કરનારી ગુગલ નોકરીઓમાં વધુ કાપ મૂકી શકે છે. કંપનીએ આ વર્ષે પહેલેથી જ 12,000 કર્મચારીઓની છટણી કરી દીધી છે, જે તેના ઇતિહાસમાં સૌથી મોટી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં, આલ્ફાબેટે વિશ્વભરમાં 12,000 નોકરીઓ ઘટાડવાની યોજના જાહેર કરી હતી, જે તેના વૈશ્વિક કર્મચારીઓના 6% જેટલી છે. જૂનની શરૂઆતમાં, ગૂગલે મેપિંગ એપ્લિકેશન વેઝ પર કર્મચારીઓને છૂટા કર્યા કારણ કે તેણે એપ્લિકેશનની જાહેરાત સિસ્ટમને Google જાહેરાત તકનીક સાથે મર્જ કરી હતી.
સુંદર પિચાઈની આગેવાની હેઠળની પેઢીએ, જોકે, આ વર્ષે છટણીનો બીજો રાઉન્ડ હાથ ધર્યો નથી. આલ્ફાબેટની માલિકીની Google જાહેરાત વેચાણ ટીમોનું ‘પુનઃગઠન’ કરવાની યોજના ધરાવે છે. જાહેરાત વેચાણ ટીમમાં 30,000 લોકોનો સ્ટાફ છે, જેઓના માથે સંભવિત છટણીનો ભય છે.
Google આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગમાં તેનું રોકાણ વધારી રહ્યું છે. આયોજિત પુનર્ગઠન એટલા માટે આવ્યું છે કારણ કે Google ગ્રાહકોને તેના સર્ચ એન્જિન, યુટ્યુબ અને અન્ય સેવાઓ પર વધુ જાહેરાતો ખરીદવામાં મદદ કરવા માટે મશીન-લર્નિંગ તકનીકો પર વધુ આધાર રાખવા માગે છે.
એઆઇથી વધુ કોઇ મહેનત કે પગલા લીધા વગર જાહેરાતની ખરીદીમાં વધારો થઇ શકે છે અને માનવ સંડોવણી (એમ્પ્લોઇ સ્ટાફ) ઘટી શકે છે. તેથી જ કંપનીના સ્ટાફને ડર પેઠો છે કે ગુગલ એઆઇ પર તેની નિર્ભરતા વધારી રહ્યું છે, જે આગળ જતા નોકરીના કાપમાં પરિણમી શકે છે. જોકે, ગુગલે આ અંગે હજી સુધી કોઇ ફોડ પાડ્યો નથી.