આ રીતે અફવા બની ગઈ હકીકતઃ જાણો તપાસીએ શું કહ્યું?
મુંબઈઃ અભિનેત્રી તાપસી પન્નુંની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે અને સારું ઓપનિંગ પણ મેળવી રહી છે. ત્યારે રાજકુમાર હિરાણીની સાથે કામ કરવાના અનુભવ વિશે તાપસીએ વાત કરી છે.
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેણે મનુ નામની પંજાબી યુવતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના તમામ વખાણ વચ્ચે, અભિનેત્રીએ તાજેતરમાં જ ડિંકીમાં તેની કાસ્ટિંગ વિશે એક રસપ્રદ વાત કરી છે. તેણે કહ્યું કે આ બધું એક અફવાથી શરૂ થયું હતું જે પછી સાચું બન્યું.
તે ઘટનાને યાદ કરતાં તાપસીએ કહ્યું કે રાજકુમાર હિરાનીએ ફોન કર્યો તે પહેલાં અફવા ફેલાઈ રહી હતી કે ફિલ્મ માટે તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તો પિંક, બેબી જેવી સફળ ફિલ્મની આ અભિનેત્રીને લાગતું હતું કે તે અન્ય અફવાઓ જેવી જ નીકળશે અને અભિનેત્રીએ વિચાર્યું કે તે શક્ય નથી. જો કે તે આવા વાત ચોક્કસપણે ખુશ છે કે પહેલીવાર તેનાં વિશે કોઈ સારી અફવા ફેલાવવામાં આવી છે.
અભિનેત્રીએ કહ્યું કે તેનાં વિશે અફવા ફેલાતા તેણે હિરાણીને એક વાર ફોન પણ કર્યો હતો. તે બાદ હિરાણીનો જ્યારે ફોન આવ્યો ત્યારે અભિનેત્રી અન્ય ફિલ્મનું શૂટિંગ કરતી હતી આથી હિરાણીએ તેને મુંબઈ આવ્યા બાદ વાર્તા સંભળાવવા કહ્યું હતું. આ રીતે તેને ડંકીમાં રોલ મળ્યો હતો. જોકે ડંકીમાં તેની અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી જામતી ન હોવાનું દર્શકો કહી રહ્યા છે. આ સાથે ફિલ્મ નબળી હોવાના રિવ્યુ પણ આવી રહ્યા છે.