સ્પોર્ટસ

India tour of South Africa:ટીમ ઈન્ડિયામાં થઇ બંગાળના રનમશીનની એન્ટ્રી

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ઓપનર ઋતુરાજ ગાયકવાડને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના બેટથી લોકોને પ્રભાવિત કરનાર અભિમન્યુ ઇશ્વરન ટીમમાં સામેલ થયો છે. પ. બંગાળ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં આગ લગાવનાર અભિમન્યુએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રુતુરાજ ગાયકવાડને વનડે સીરીઝ દરમિયાન આંગળીમાં ઈજાના કારણે ટીમથી અલગ કરવામાં આવ્યો હતો. અભિમન્યુ ઇશ્વરનનો ભારતીય ટીમમાં બે વખત સમાવેશ કરવામાં આવ્યો છે.

અભિમન્યુ ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકા A ટીમ સામે રમવા ગયો હતો, પરંતુ હવે તે ઈન્ડિયા A છોડીને સિનિયર ટીમ ઈન્ડિયા સાથે રહેશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ઓપનર રહેલા અભિમન્યુને ટીમમાં સ્થાન મળી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી ‘બોક્સિંગ ડે’ પર છે. અભિમન્યુ આ પહેલા પણ બે વખત ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં રહી ચૂક્યો છે. તે 2021માં ઈંગ્લેન્ડ પ્રવાસ અને 2022માં બાંગ્લાદેશ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે હતો. હવે તે આફ્રિકન પ્રવાસમાં ક્રિકેટ ટીમમાં સામેલ થઇને ધૂમ મચાવી શકે છે. તે WTC ફાઇનલ 2019-21 દરમિયાન પણ સ્ટેન્ડબાયમાં હતો.


ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમનાર અભિમન્યુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ 28 વર્ષીય બેટ્સમેને અત્યાર સુધી 88 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાંથી તેણે 47.24ની એવરેજથી 6567 રન બનાવ્યા છે, જ્યારે તેણે 22 સદી અને 26 અડધી સદી ફટકારી છે. લિસ્ટ Aમાં 88 મેચોમાં ઇશ્વરને 47.49ની એવરેજથી 3847 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 9 સદી અને 23 અડધી સદી પણ ફટકારી છે. અભિમન્યુ સ્થાનિક ક્રિકેટમાં ઓપનર તરીકે શાનદાર બેટ્સમેન છે. તે 2018-19 રણજી સિઝનમાં બંગાળ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ત્યારબાદ તેણે માત્ર છ મેચમાં 861 રન બનાવ્યા હતા.


રુતુરાજ ગાયકવાડ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર થનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. તેની પહેલા મોહમ્મદ શમી પણ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે ખસી ગયો હતો. ઈશાન કિશને અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, એવા સમયે અભિમન્યુ ઇશ્વરનનો ભારતીય ટીમમાં ચાન્સ મળે એવી પ્રબળ શક્યતાઓ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત