મનોરંજન

પ્રભાસે બધાને પછાડ્યાઃ પહેલા જ દિવસે સલારે કરી નાખી આટલી કમાણી

અમદાવાદઃ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સલાર શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે પહેલા જ દિવસે ધમાકો કરી દીધો છે. નીલની ફિલ્મે ફરી એકવાર ભારતીય સિનેમાના બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પાન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસના સ્ટારડમ પર ઉભા થઈ રહેલા તમામ સવાલોનો માત્ર એક દિવસમાં તેણે જવાબ આપી દીધો છે.

સાહો, રાધે શ્યામ અને આદિપુરુષ બોક્સ ઓફિસ પર જેવી પીટાઈ હતી તેવી જ ધીકતી કમાણી સાલાર કરશે તેમ અહેવાલો કહે છે. પ્રભાસની લેટેસ્ટ ફિલ્મ સલારશુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અને પ્રભાસ પર ઉભા થયેલા આ તમામ સવાલો માત્ર 24 કલાકમાં બોક્સ ઓફિસના તમામ વજનદાર રેકોર્ડ નીચે દટાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

KGFના દિગ્દર્શક પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી ‘સલાર’ની જાહેરાત થઈ ત્યારથી જ લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ઘણી વખત મુલતવી રાખ્યા પછી જ્યારે તે આખરે થિયેટરોમાં પહોંચી છે, ત્યારે લોકો પ્રશાંત અને પ્રભાસના કોમ્બોને વધાવશે તેમ લાગી રહ્યું છે. ફિલ્મનો રિવ્યુ ઘણો સારો છે અને પ્રભાસનો અભિનય પણ વખાણાયો છે.


ભારતીય બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ પ્રભાસની આદિપુરુષ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 86.75 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. શાહરૂખ ખાનની ‘જવાન’ 75 કરોડ રૂપિયા સાથે અને થલપતિ વિજયની લિયો 64.80 કરોડ રૂપિયાના નેટ કલેક્શન સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. હવે સલારે આ ફિલ્મોને માઈલ પાછળ છોડી દીધી છે.


ટ્રેડ રિપોર્ટ્સના અંદાજ મુજબ સલાર એ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે 95 થી 97 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસ ટ્રેકિંગમાં, રિમોટ સિંગલ સ્ક્રીન માટે બોક્સ ઓફિસના આંકડા ઘણીવાર મોડેથી બહાર આવે છે, કારણ કે અહીં મામલો સંપૂર્ણપણે ડિજિટલ નથી. તેથી, અંતિમ આંકડા બહાર આવ્યા પછી, પ્રભાસની ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રૂ. 100 કરોડને પાર કરે તો નવાઈ નહીં.


જોકે સારી ઑપનિંગ મેળવવામાં પ્રભાસની ફિલ્મો જ મોખરે છે. સલારની સફળતા એસઆરકે માટે ચિંતાનો વિષય બની શકે છે. એસઆરકેની ડંકી ગુરુવારથી સિનેમાઘરોમાં છે. પહેલા અઠવાડિયામાં શાહરૂખના ફેન્સ આ ફિલ્મ જોશે, પરંતુ નબળા રિવ્યુ અને સલાર તેમ જ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં વેકેશન કે પાર્ટી માટે જવાનું ચલણ વધારે હોવાથી ડંકી આવતા અઠવાડિયે કેટલું કમાશે તે કહેવું મુશ્કેલ છે. ખૈર, સલારનો એક અર્થ થાય છે લીડર નેતા અને હાલમાં તો સલાર ફિલ્મજગતને લીડ કરી રહ્યો છે તેમ કહેવું ખોટું કહેવાશે નહીં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker