આમચી મુંબઈ

મુંબઈમાં ઠંડી નહીં: ધુમ્મસિયું વાતાવરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ રહેવાને કારણે દિવસ દરમિયાન ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું. પરંતુ મુંબઈગરા આતુરતાથી શિયાળાની ઠંડીની રાહ જોઈ રહ્યા છે, તે માણવા હજી થોડી રાહ જોવી પડવાની છે. હવામાન ખાતાએ મુંબઈમાં હજી બે-ત્રણ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે મુંબઈમાં થોડા દિવસ અગાઉ ઠંડીનો ચમકારો રહ્યા બાદ ઠંડી અચાનકથી ગાયબ થઈ ગઈ હતી. હાલ મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ જણાઈ રહ્યું છે. હવામાન ખાતાના કહેવા મુજબ અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વમાં ૪.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થયું છે. તેને કારણે મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને ભેજને કારણે મુંબઈમાં વાતાવરણ વાદળિયું છે. આ અસર આગામી ૨૪થી ૪૮ કલાક રહેવાની છે.

આ દરમિયાન મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૦ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી અને લઘુતમ ૨૧.૯ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાયું હતું.

રાજ્યમાં હાલ વિદર્ભમાં મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૦થી ૧૪ ડિગ્રીની અંદર નોંધાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન વિદર્ભના ચંદ્રપૂરમાં ૧૦.૮ ડિગ્રી રહ્યું હતું.
મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે પ્રદૂષણનું સ્તર પણ ઊંચુ નોંધાયું હતું. મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૮૭ નોંધાયો હતો. તો ઊંચો એક્યુઆઈ મઝગાંવમાં ૨૪૮ અને કોલાબામાં ૨૧૯ રહ્યો હતો. વરલીમાં ૨૦૮, દેવનાર ૧૮૨, સાયનમાં ૧૯૫. કાંદીવલીમાં ૧૭૩, કુર્લામાં ૧૮૦, બોરીવલીમાં ૧૬૯ અને બાંન્દ્રમાં ૧૭૧ એક્યુઆઈ નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા