વીક એન્ડ

વિભાજિત નિકોસિયાન્ો ભારી મન્ો અલવિદા…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

નિકોસિયામાં જેટલો વધુ સમય વીતી રહૃાો હતો એટલું જ ત્યાંનું ડબલ કલ્ચર વધુ ન્ો વધુ હાવી લાગવા માંડ્યું હતું. શું ગ્રીક છે અન્ો શું ટર્કિશ ત્ોની ઓળખ મનમાં બ્લર થઈ રહી હતી. છતાંય એ બાબતમાં ક્યાંય કોઈ સ્થાનિક્ધો ઇન્સ્ોન્સિટિવ કોમેન્ટ ન કરી બ્ોસાય ત્ોનું પ્ાૂરતું ધ્યાન રાખ્યું. હજારો વર્ષોનો મેડિટરેનિયન રિજનનો ઇતિહાસ અહીં સતત ચર્ચાતો રહૃાો છે. એટલું જ નહીં, આ સાયપ્રસ વેકેશન પછી શરૂ થયેલા ઇઝરાયેલ આસપાસના કોન્લિક્ટના સંદર્ભમાં નિકોસિયા પ્રકારના વિભાજિત સ્થળનું દર્દ અન્ો ક્ધફયુઝન પણ અલગ સ્તરે પહોંચી જતું હોય ત્ોવું લાગ્ો. છતાંય દરેક સ્થળનું દર્દ પણ પોતાનું આગવું જ હોય છે. નિકોસિયાના ટર્કિશ પાર્ટમાં પણ ટૂરિસ્ટન્ો એન્જોય કરવાના તો એ જ નિયમો હતા. કાફેમાં બ્ોસો, મનોરંજન અન્ો ઇતિહાસની માહિતી મેળવો, સુવિનિયર શોપિંગ કરો, ફોટા પાડો અન્ો ઘરે જાઓ. ટર્કિશ નિકોસિયામાં પણ અમે એ જ કર્યું. ડર્વિશ શો પ્ાૂરો થયો પછી ફેરી લાઇટ્સવાળા એક કાફેમાં થોડી વાર ગોઠવાયાં.

ટર્કિશ કોફી અન્ો પારંપરિક ગ્રીક કોફી બનાવવામાં શું ફરક છે ત્ોના પર લાંબી ચર્ચા ચાલી. બંન્ો તરફ કોફી બ્રુ કરવાનાં વાસણોમાં ફરક છે, ટર્કિશ કોફીમાં કોફી પરનું ફોમ સર્વ નથી કરવામાં આવતું, સર્વિંગ પદ્ધતિ અલગ છે, એવી બધી વાતો થઈ. સ્વાદની દૃષ્ટિએ ગ્રીક કોફીમાં કડવાશ થોડી ઓછી હોય ત્ોવું લાગ્યું અન્ો ટર્કિશ કોફીની ઇન્ટેન્સિટી વધુ તિવ્ર હોય ત્ોવું લાગ્યું. એ બધી ચર્ચાઓમાં લાગ્યું કે અમે ફરક શોધવા મથી રહૃાાં છીએ એટલે મળી રહૃાા છે, અંત્ો તો કોફી એમ જ આપવામાં આવે તો ત્ો ગ્રીક છે કે ટર્કિશ ત્ો કહેવું મુશ્કેલ બની જાય એ અમારુ તારણ બન્યું. જોકે એ પણ સ્પષ્ટ જ હતું કે બંન્ો કલ્ચરના ડિફરન્સન્ો માન આપવું અન્ો ધરાર સરખામણી કરવાનો પ્રયત્ન ન કરવો.

૧૯૮૩માં ટર્કિશ ચઢાઈ પછી નોર્થ નિકોસિયાનો જે હિસ્સો ટર્કીએ કબજે કર્યો છે ત્ોન્ો માત્ર ટર્કી જ અલગ દેશ તરીકે આળખે છે. યુરોપિયન યુનિયન અન્ો બાકીની દુનિયા માટે સાયપ્રસ આખી એક જ કંટ્રી છે. ટર્કિશ સાઇડ પહોંચવા માટે અમે જે લેડ્રા સ્ટ્રીટ પરથી પસાર થયેલાં ત્યાં ૧૯૫૦થી ૨૦૦૮ સુધી કોઈ ન્ો કોઈ પ્રકારનાં રમખાણ ચાલુ હતાં અન્ો ત્ો સ્ટ્રીટન્ો મર્ડર માઇલ તરીકે ઓળખાવાતી હતી. શહેરના બંન્ો ભાગ વચ્ચેની બોર્ડરન્ો ગ્રીન લાઇન તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ઘણા ખૂણાઓ પર ઓફિસિયલી ફોટા પાડવાનું પણ અલાઉડ નથી. સાધારણ ટૂરિસ્ટ તરીકે અમે ત્ોવો કોઈ પ્રયત્ન કર્યો પણ નહીં. છતાંય આ પ્રકારની ખરડાયેલી પોલિટિકલ પરિસ્થિતિમાં ફરવાનું નોર્મલ ન લાગ્યું. અન્ો ખરેખર દુનિયાના ઘણા એવા ખૂણા છે જ્યાં ટૂરિઝમ ચાલુ હોવું જોઈએ કે નહીં ત્ો પ્રશ્ર્ન પણ થાય.

નિકોસિયામાં અલગ અલગ કલ્ચર મિક્સ થઈ જ જાય ત્ો સ્વાભાવિક પણ છે. ખાસ તો એટલા માટે કે ત્યાં ૪૫૦૦ વર્ષની અનબ્રોકન હિસ્ટ્રી છે. ૧૦મી સદીથી તો આ શહેર આ રિજનનું કેપિટલ રહૃાું છે. સ્વાભાવિક છે કે અહીં ઘણું કલ્ચરલ લેયરિંગ થયું જ છે. સાયપ્રય મ્યુઝિયમથી માંડીન્ો ટર્કિશ સિટી સ્ોન્ટરમાં અત્યાર સુધી તો ઇતિહાસનો ઓવરલોડ જ થયો હતો. એટલે પછી અમે થોડો સમય એજી લેવાન્ટિસ ગ્ોલેરીના મોડર્ન વિસ્તારમાં વિતાવ્યો. અહીં છેલ્લી ત્રણ-ચાર સદીઓમાં બન્ોલું સાયપ્રોઇટ આર્ટ કલેક્ટ કરવામાં આવ્યું છે. ઇમારત અન્ો મ્યુઝિયમનું ક્યુરેશન ઘણું મોડર્ન અન્ો પોલિટિક્સથી પરે છે. આ ગ્ોલેરીમાં જરા બ્રેક લેવાનો ઉદેશ હતો, પણ ત્યાંનાં પેઇર્ન્ટિંગ્સની ડાર્ક થીમ્સ જોઈન્ો વધુ ડિપ્રેસ થવાય ત્ોવું છે. સાયપ્રસના રિસોર્ટ વિસ્તારોમાં આ બધું ભૂલી જવાય ત્ોમ છે અન્ો છતાંય એકવાર અહીંના જટિલ પાસ્ટ વિષે વધુ જાણ્યા પછી એ સ્પષ્ટ હતું કે ત્યાં સાઇટસીઇંગ કરવા માટેના મોટિવેશન માટે ઇતિહાસનો પ્રેમ આગળપડતો હોવો જરૂરી છે. રિલેક્સ થવાના હેતુથી નિકોસિયામાં સાઇટસીઇંગ કરવા નીકળવાનું ખાસ કામ લાગ્ો ત્ોવું નથી. અમે સતત વરસાદ અન્ો વંટોળથી ઘેરાયેલાં હતાં ત્ોમાં માહોલ વધુ ભારે થઈ રહૃાો હોય ત્ોવું લાગતું હતું. ગ્ોલેરીથી નીકળીન્ો શહેરન્ો કોઈ ફિલ્ટર વિના જોવા માટે અમે વધુ થોડા એરિયામાં આંટો માર્યો.

ફાન્ોરોમેની સ્કવેરમાં ઓર્થોડોક્સ ચર્ચ અન્ો શોપિંગ સ્ટ્રીટ આસપાસ ટિપિકલ યુરોપિયન માહોલ પાછો આવ્યો. ત્યારે એ પણ પ્રશ્ર્ન થાય કે ખરેખર આ ફેમિલિયર ટૂરિસ્ટિક યુરોપિયન ચહેરો પણ ઘણે અંશે આર્ટિફિશિયલ રીત્ો ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં જ એક કાફેમાં ત્ો દિવસની ચોથી કોફી સાથે એ ચર્ચા પણ થઈ. જોકે નિકોસિયાના આ વિસ્તારમાં સ્થાનિક યંગ લોકો પણ આંટા મારી રહૃાા હતાં અન્ો લોકલ અવરજવર વચ્ચે માહોલ વધુ ન્ો વધુ રિલેક્સ્ડ લાગવા માંડેલો. ઇન્સ્ટાગ્રામ માટે હિપસ્ટર બનાવવામાં આવેલા કાફે વચ્ચે ઇતિહાસ ક્યાંય ભુલાઈ જાય ત્ોવું હતું. હવે સાંજ લોસ્ટ એન્ડ ફાઉન્ડ કાફે અન્ો બારમાં પડી. ત્યાં સુધીમાં સાયપ્રસ માટેની નોર્મલ ફીલિંગ પાછી આવી ચૂકી હતી. આ આખો કાફે અન્ો બાર સાથે નાઇટ લાઇફનો વિસ્તાર શહેરનાં ટૂરિસ્ટ અન્ો સ્થાનિકોન્ો મજા કરાવવા માટે જ હોય ત્ોવું લાગ્યું. અન્ો કેમ ન હોય, ત્યાં જે રોજ રહે છે ત્ોન્ો પણ પોતાના શહેરમાં મજા કરવા નીકળવું જ હોય. લોકોના રોજિંદા જીવનન્ો પોલિટિક્સ સાથે ભાગ્યે જ કોઈ લેવા દેવા હોય છે. ત્યાં એમ જ હેન્ગઆઉટ કરતાં થોડા યંગસ્ટર્સ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ત્ોમન્ો સાયપ્રસના પોલિટિક્સ વિષે વાત કરવામાં કોઈ રસ જ નથી. એ લોકો માત્ર શાંતિ અન્ો પ્રોગ્રેસ ઇચ્છે છે.

નો મેન્સ લેન્ડમાં મોઝેઇકથી કોતરેલું છે ‘પીસ , અન્ો ત્યાં રખડવામાં બંન્ો તરફ શાંતિની જ ઇચ્છા સ્પષ્ટ નજરે પડતી હતી. આ વિભાજિત શહેરન્ો ભારી હૃદયે અલવિદા કહૃાું. હજી સાયપ્રસ છોડવાનું મન ન હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button