મનોરંજન

‘ઇશ્ક જૈસા કુછ’ સોંગમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીએ મચાવી ધૂમ

બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની જોડી જોવા મળશે. થોડા દિવસો પહેલા તેનું પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ થયું હતું અને હવેઆ ફિલ્મનું બીજું ગીત ‘ઇશ્ક જૈસા કુછ’ પણ રિલીઝ થયું છે. ગીતમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની હોટ કેમેસ્ટ્રી ધૂમ મચાવી રહી છે.

‘ઇશ્ક જૈસા કુછ’ ગીત બોલીવુડની પ્રખ્યાત વિશાલ-શેખરની જોડીએ કમ્પોઝ કર્યું છે. સિંગર શિલ્પા રાવ અને મેલો ડીએ તેને અવાજ આપ્યો છે. ગીતના વીડિયોમાં ઋત્વિકની બોડી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ તેમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ગીતકાર કુમારે આ ગીત લખ્યું છે, જેને દરિયા કિનારે ફિલ્માવવામાં આવ્યું છે.

આ ગીતમાં બંને સ્ટાર્સના ડાન્સ મૂવ્સ પણ ધમાકેદાર છે, જેને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર દીવાના થઈ રહ્યા છે. તેના રિલીઝના થોડા જ કલાકોમાં આ ગીતને 5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યાં છે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ એક્શન ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં ઋત્વિક અને દીપિકા ઉપરાંત અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button