વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
પામર નિષ્ણાત
પાયમાલ શિકારી
પારધી તુચ્છ
પારંગત વિપુલ

પારાવાર ખુવાર

ઓળખાણ પડી?
ઘઉંના લોટમાં થોડો રવો ઉમેરી એમાં થોડો ગુંદર ઉમેરી કણીકના ગોળ ભાગને ઘીમાં તળી તૈયાર કરવામાં આવતા આ લાડુની ઓળખાણ પડી?

અ) ગોળિયા લાડુ બ) રવાના લાડુ ક) ડિંક લાડુ ડ) ચુરમાના લાડુ

ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી સાહિત્યમાં ધર્મ, નીતિ અને વ્યવહારને વણી લેતી રસિક વાર્તાઓ પર પદ્માવતી, બત્રીસ પૂતળી, નંદ બત્રીસી, સિંહાસન બત્રીસી જેવા શ્રેષ્ઠ સર્જનો કરનાર સર્જક કોણ?

અ) પ્રેમાનંદ બ) દયારામ ક) શામળ ભટ્ટ ડ) અખો

જાણવા જેવું

પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો પર્વત તરીકે ઓળખાય છે. પર્વતો મોટે ભાગે હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે.

ચતુર આપો જવાબ
દરેક દેશની રાજધાનીનું એક શહેર હોય છે. જોકે, વિશ્ર્વમાં એવા કેટલાક દેશ છે જેમની રાજધાનીનું શહેર દેશના નામનું જ શહેર હોય છે. એવો દેશ શોધી કાઢો.
માથું ખંજવાળો

અ) જોર્ડન બ) મોંગોલિયા ક) મેક્સિકો ડ) કોસ્ટારિકા

નોંધી રાખો

સારા અને સુંદર સપનાં યાદ રાખી હૈયામાં કોતરી લો અને પછી એ સપનાં સાકાર કરી આવતી કાલ બહેતર બનાવવા માટે જાગતા રહો અને મહેનત કરતા રહો.

માઈન્ડ ગેમ ખ્યાતનામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ગુજરાતમાં ક્યા સ્થળ પર કાર્યરત છે એ કહી શકશો? દેશમાં કુલ ૨૩ આઈઆઈટી છે.

અ) વડોદરા બ) ગાંધીનગર ક) સુરત ડ) અમદાવાદ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
રતાંજલી લાલ સુખડ
રતુંમબડું લાલાશ પડતું
રત્નાકર સમુદ્ર
રન્નાદે સૂર્યની પત્ની

રમણીક સુંદર

ગુજરાત મોરી મોરી રે

પંચમહાલ

ઓળખાણ પડી

એવિયલ

માઈન્ડ ગેમ

કઝાખસ્તાન

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

જલંધર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) લજિતા ખોના (૯) હર્ષા મહેતા (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) મીનળ કાપડિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) ડો. પ્રકાશ કટકિયા (૧૪) ભારતી પ્રકાશ કટકિયા (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) મહેશ સંઘવી (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નંદકિશોર સંજાણવાળા (૨૧) નિખિલ બંગાળી (૨૨) અમીશી બંગાળી (૨૩) હીના દલાલ (૨૪) ઈનાક્ષી દલાલ (૨૫) રમેશ દલાલ (૨૬) જ્યોત્સના ગાંધી (૨૭) તાહેર ઔરંગાબાદવાલ (૨૮) શીરીન ઔરંગાબાદવાલા (૨૯) અબદુલ્લા એફ મુનીમ (૩૦) સુરેખા દેસાઈ (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) ભાવના કર્વે (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) મહેશ દોશી (૩૬) વીણા સંપટ (૩૭) અંજુ ટોલીયા (૩૮) કલ્પના આશર (૩૯) પુષ્પા ખોના (૪૦) નિતીન જે. બજરીયા (૪૧) દિલીપ પરીખ (૪૨) અરવિંદ કામદાર (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) જગદીશ ઠક્કર (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button