આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિડકોની યોજના ફ્લોપ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો વેચાઇ નથી રહ્યા

નવી મુંબઈ: સિડકો કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના, જે સામાન્ય લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરે છે, તે છેલ્લા વર્ષથી પેન્ડિંગ છે. 2023 પૂર્ણ થવાનું છે, પરંતુ સિડકોએ હજુ સુધી લોટરીની પ્રક્રિયાને આગળ વધારી નથી. આ મકાનોની કિંમતો વધુ હોવાથી ખાનગી બિલ્ડરોને ફાયદો મળી રહ્યો છે.

બામણડોંગરી અને ખારકોપરમાં ઓછી આવક ધરાવતા લોકો માટે તૈયાર મકાનોની કિંમત ખાનગી બિલ્ડરો દ્વારા બાંધવામાં આવેલા મકાનો કરતાં ઘણી વધુ છે, જેના કારણે લોટરી દ્વારા મકાનો મેળવનાર ઓછી આવક ધરાવતા લોકો પણ સિડકોનો આશરો લેવા તૈયાર નથી. તેને જોતા સિડકોએ 67,000 મકાનો વેચવા માટે ક્ધસલ્ટન્ટ કંપનીને હાયર કરી છે.

કોન્ટ્રાક્ટર પર મકાનોના વેચાણમાં ગેરરીતિનો આરોપ

તળોજામાં લોટરીમાં મકાનોના વેચાણ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગેરરીતિનો આરોપ છે. આ આક્ષેપથી બચવા સિડકોના અધિકારીઓ કામમાં વ્યસ્ત છે જેના કારણે સિડકોના હાઉસિંગ પ્રોજેક્ટને અસર થઈ છે અને તેનો ફાયદો ખાનગી ડેવલપરોને મળી રહ્યો છે.

સિડકોને શહેરોના નિર્માણ અને યોજનાઓ બનાવવામાં અગ્રેસર માનવામાં આવે છે, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા મકાનોના વેચાણ માટે યોગ્ય આયોજનના અભાવને કારણે ઘર શોધનારાઓ આ હાઉસિંગ પ્રોજેક્ટ તરફ આકર્ષિત થઈ રહ્યાં નથી.

સિડકોનું આયોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેનો સંપૂર્ણ અભ્યાસ કરે છે અને પછી તેને અમલમાં મૂકે છે, સિડકોનું આ આયોજન ગયા વર્ષે ખોરવાઈ ગયું હતું.

વર્ષ 2023માં સિડકો આંતરિક રાજકારણ અને બેદરકાર અધિકારીઓમાં ફસાઈ ગયું છે, તેથી બામણ ડોંગરીમાં ઓછી આવક ધરાવતા લોકો માટે સિડકો દ્વારા તૈયાર કરવામાં આવેલા લગભગ 6,700 મકાનોનો પ્રોજેક્ટ અધૂરો રહ્યો છે. લાભાર્થીઓએ આ મકાનો લેવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે આ મકાનોની કિંમત રૂ. 35 લાખ સુધી પહોંચી ગઈ છે. મકાન વેચવા અને મકાનની કિંમતોમાંથી ખર્ચ કાઢવા માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હતી.

સિડકોએ ભાવ ઘટાડવાની ખાતરી આપી હતી

તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટરે આ લાભાર્થીઓને મકાનની કિંમતો ઘટાડવાની ખાતરી આપી હતી. આ અંગે સિડકોએ દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી હતી. પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. લોકોનો સિડકોમાં જે વિશ્ર્વાસ છે તે નિર્ણયમાં વિલંબને કારણે તૂટતો જણાય છે.

2023માં લોટરી યોજાઈ નથી

સિડકો પાસે તળોજા, ઉલવે, દ્રોણાગિરી, બામણડોંગરી, ખારઘર, તલોજા, ખંડેશ્ર્વર, માનસરોવર, જુઈનગર, વાશી, ઘણસોલીમાં લગભગ એક લાખ તૈયાર અને નવા બાંધવામાં આવેલા મકાનો છે. મોટાભાગના મકાનો એક વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. વર્ષ 2023માં એક પણ હાઉસિંગ પ્રોજેક્ટની લોટરી લાગી શકી નથી. સિડકોએ 67,000 મકાનો વેચવા માટે ક્ધસલ્ટન્ટ કંપનીની પણ નિમણૂક કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button