નેશનલ

સિલ્ક્યારા ટનલ એક્સિડન્ટ: આ કારણે રેટમાઈનર્સે પાછા આપ્યા CM ધામીને 50,000 રૂપિયાનો ચેક…

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવામાં રેટ માઈનર્સે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં આ રેટ માઈનર્સે ટનલમાં માઈનિંગ કરીને દિવસો સુધી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડ સરકાર દ્વારા દરેક રેટ માઈનર્સ રૂપિયા 50,000 રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે રેટ માઈનર્સ આ પુરસ્કાર લેવાનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ રકમથી તેમને કોઈ ફાયદો નથી થવાનો અને એટલે જ તેઓ આ રકમ ટનલમાં ફસાયેલા મજૂરોને જ આપવા માગે છે.

વાત જાણે એમ છે કે ગઈકાલે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ સિલ્ક્યારા ટનલ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર 12 રેટ માઈનર્સનું સન્માન કર્યું હતું અને આ દરમિયાન સીએમ ધામીએ આ માઈનર્સને કરનારાઓને 50,000 રૂપિયાની રકમ પુરસ્કાર તરીકે એનાયત કરી હતી, પરંતુ રેટમાઈનર્સ આ રકમથી ખુશ નહોતા.

પરિણામે રેટ માઈનર્સે હવે ઈનામ તરીકે મળેલી આ 50,000 રૂપિયાની રકમ ટનલની અંદર ફસાયેલા મજૂરોને આપવાની જાહેરાત કરી છે અને તેમણે જણાવ્યું હતું કે સરકારનું આ સન્માન અમારા માટે બિલકુલ યોગ્ય નથી. અમે મુખ્ય પ્રધાનનું સન્માન કરીએ છીએ, પણ આ સન્માન અમને મુખ્ય પ્રધાને જે આપ્યું છે, તે બિલકુસ વાજબી નથી.

રેટ માઇનર્સ ટીમના વકીલ હસને કહ્યું હતું કે અમે લોકો અત્યારે કંઈ જ કહેવા નથી માગતું અને અમારા મગજમાં આ જ વાત ચાલી હી છે કે સીએમ ધામી દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તે યોગ્ય નથી અને આ રકમથી અમારું કોઈ ભલું નથી થવાનું. અમે લોકો અમારો જીવ જોખમમાં મૂકીને ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

આ મામલે રાજ્યમાં રાજકારણ એકદમ ગરમાઈ ગયું છે અને રેટ માઈનર્સના આ નિવેદન બાગ કોંગ્રેસે ભાજપ સરકારને સાણસામાં લીધી છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ગરિમા દસોનીએ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જે લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના સુરંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ઓ એમના માટે આ સન્માન બિલકુલ પૂરતું નથી. સરકારે આ મામલે ફેરવિચાર કરવો જોઈએ. રેટ માઈનર્સે પુરસ્કારના ચેક પાછા આપીને સરકારના ગાલ પર સણસમતો તમાચો માર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button