પ્રખ્યાત કવિ-ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે નિધન
કવિતા લેખકોની દુનિયામાં જ્યારે પણ આધ્યાત્મિક સંબંધોનો ઉલ્લેખ થાય છે ત્યારે ઇમરોઝનું નામ પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે, એ પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે તેમના મુંબઈના ઘરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. ઈમરોઝનું મૂળ નામ ઈન્દ્રજીત સિંહ હતું.ઇમરોઝના મૃત્યુની પુષ્ટિ તેના નજીકના મિત્ર અમિયા કુંવરે કરી હતી. તેમણે કહ્યું હતું, ‘ઇમરોઝ કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પાઇપ વડે ખોરાક ખાઈ રહ્યો હતો, પરંતુ તે અમૃતાને એક દિવસ પણ ભૂલી શક્યો નહોતો. 2005માં અમૃતાના અવસાન પછી પણ તે તેમની યાદોમાં જીવંત રહી હતી. તે કહેતો હતો ‘અમૃતા અહીં છે, તે અહીં છે’. ઇમરોઝે ભલે આજે ભૌતિક દુનિયા છોડી દીધી હોય, પરંતુ તે અમૃતા સાથે જ સ્વર્ગમાં ગયો છે.’
તેઓ એક ચિત્રકાર હતા. પાછળથી, તેમણે કવિતાઓ પણ લખી હતી, પરંતુ પ્રખ્યાત કવયિત્રી અમૃતા પ્રીતમ સાથેની તેમની મિત્રતા વધુ ચર્ચામાં રહી હતી. અમૃતા પ્રીતમ સાથેના સંબંધો બાદ ઇમરોઝને ઘણીજ લોકપ્રિયતા મળી હતી. તેઓ અમૃતા પ્રીતમના લાંબા સમયના સાથી હતા. જો કે, બંનેએ ક્યારેય લગ્ન કર્યા નહોતા, પરંતુ 40 વર્ષ સુધી એકબીજા સાથે રહેતા હતા.અમૃતા તેને ‘જીત’ કહીને બોલાવતી હતી.
જેમ અમૃતાને તેમના સમય કરતા આગળના કવયિત્રી માનવામાં આવતા હતા, તેવી જ રીતે તેમના અને ઇમરોઝ વચ્ચેના સંબંધ તેમના સમય કરતા આગળ હતા અને તેમને હંમેશા આદર સાથે યાદ કરવામાં આવે છે. બંનેએ ક્યારેય લગ્ન કર્યા નથી, પરંતુ ઇમરોઝ ઘણા દાયકાઓ સુધી અમૃતા પ્રીતમ સાથે રહેતા હતા. અમૃતા તેમના કરતા લગભગ સાત વર્ષ મોટી હતી, પરંતુ તેમના સંબંધો ઉંમરના તફાવત કરતા મોટા હતા. એકવાર ઇમરોઝે કદાચ અમૃતા માટે જ લખ્યું હતું, “જીવનમાં ઇચ્છિત સંબંધો આપોઆપ સમાન બની જાય છે…”