સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને પડ્યા પર પાટું, હવે ફેમિલી ઈમર્જન્સીને કારણે ભારત પાછો ફર્યો…

ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાની ટૂર પર છે અને બંને ટીમ વચ્ચે ટી-20 અને વન-ડે મેચ રમાઈ ચૂકી છે અને હજી ટેસ્ટ મેચ રમાવવાની બાકી છે. પરંતુ આ ટેસ્ટ સિરીઝ પહેલાં જ ટીમ ઈન્ડિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાને એક પછી એક એમ બે ઉપરા ઉપરી બે આંચકા લાગ્યા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન ઋુતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને હવે એની પાછળ પાછળ જ ટીમ ઈન્ડિયાનો બીજો એક ખેલાડી પણ ફેમિલી ઈમર્જન્સીને કારણે ભારત પાછો આવી ગયો છે.

મળી રહેલાં રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી પારિવારિક કારણોસર ભારત પાછો ફર્યો છે અને આવી પરિસ્થિતીમાં કોહલી પ્રિટોરિયામાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા સ્ક્વોડ ગેમમાં ભાગ નહીં લઈ શકે. બીસીસીઆઈના સાધનોના જણાવ્યા અનુસાર કોહલી 26મી ડિસેમ્બરથી શરૂ થનારી સેન્ચ્યુરિયનમાં શરૂ થનારી પહેલી ટેસ્ટ માટે સમયસર જ્હોનિસબર્ગ પહોંચી જશે.

વિરાટ કોહલી ત્રણ દિવસ પહેલાં મુંબઈ આવવા રવાના થઈ ગયો હતો અને તેણે આ માટે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ પાસેથી પરવાનગી લઈ લીધી હતી. કોહલી આજે એટલે 22મી ડિસેમ્બરના પાછો ફરે એવી શક્યતા છે. જ્યારે 26 વર્ષીય ગાયકવાડને 19મી ડિસેમ્બરના પોર્ટ એલિઝાબેથમાં સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડેમાં આંગળીમાં ઈજા પહોંચી હતી અને તે હજી સુધી તેની ઈજામાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી.

આ ઉપરાંત આ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ એટલે કે 24 વિકેટ લેનાર મોહમ્મદ શમી પણ મેડિકલી ફિટ ન હોવાને કારણે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.

સાઉથ આફ્રિકા સામે રમાનારી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાને સંભવતઃ પ્લેઈંગ-11ની વાત કરીએ તો તે આ પ્રકારે હોઈ શકે છે.

રોહિત શર્મા (કેપ્ટન) શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકિપર), કેએલ રાહુલ (વિકેટકિપર) રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મો. શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન) પ્રસિદ્ધ કૃષ્ણા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button