આજે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી
રાજકોટ: બાર એસોસિએશનની બે પેનલ વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ સર્જાયો છે છેલ્લા ઘણા દિવસોથી બે મુખ્ય પેનલ ના વકીલમિત્રો ધારાસભાની ચૂંટણી હોય તે રીતે પ્રચાર કાર્ય કરી રહ્યા છે ડિનર ડિપ્લોમસી અને તાવા પાર્ટી દ્વારા વકીલ મતદારોને આકર્ષવાનો અને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
સમરસ પેનલ જેના પ્રમુખના ઉમેદવાર તરીકે સિનિયર એડવોકેટ કમલેશ શાહ અને ભાજપ પ્રેરિત હોય વાતાવરણ જમાવ્યું છે અને એક્ટિવ પેનલ જેના પ્રમુખ ઉમેદવાર બકુલ રાજાણી જે અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને જીતી ચૂક્યા છે ઉપરાંત વકીલોના નાના-મોટા પ્રશ્નોમાં 108 ની જેમ ઊભા રહ્યા છે એટલે તેમનો દાવો પણ મજબૂત છે એ બંને વચ્ચે ચૂંટણી રસાકસી ભરી બની રહી છે.
બંને પેનલના જીતના દાવા થઈ રહ્યા છે.
સવારે 9 થી 3 સુધી મતદાન થશે અને ત્યારબાદ મત ગણતરી શરૂ થશે અને ગણતરી મુજબ મોડી સાંજે અથવા રાત્રે પરિણામ જાહેર થવાની સંભાવના છે.
સિનિયર એડવોકેટ કમલેશ શાહ સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર છે.જયારે સિનિયર એડવોકેટ બકુલ રાજાણી એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર છે.
પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદેદારોની ચૂંટણી બાદ કારોબારી ના સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
ગત વર્ષે સિનિયર એડવોકેટ ની પેનલ ચૂંટાઈને આવી હતી પરંતુ તે વખતની પરિસ્થિતિ એવી હતી કે સિનિયર વકીલોને તેના સિનિયોરિટી ના આધારે મત મળ્યા હતા અને આખી પેનલ ચૂંટાઈને આવી હતી.
આ વખતે કાંટે કી ટક્કર હોય આખી પેનલ આવી શકે તેવી શક્યતાઓ લોકોને કરી રહ્યા છે પરંતુ બંને પ્રમુખ પદના ઉમેદવારો
આખી પેનલ જીતે તે પ્રકારનો પ્રયાસ કરશે.