મનોરંજન

બેડ ન્યૂઝઃ મલયાલમ ફિલ્મ ‘2018’ ઓસ્કારની રેસમાંથી બહાર

નવી દિલ્હીઃ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે શુક્રવારે ઓસ્કર 2024 માટે તેની ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર કરી છે, જેમાં મલયાલમ ફિલ્મ ‘2018’ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા ભારતીય દર્શકો નિરાશ થયા છે.

મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ એ ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મેળવી હતી, પરંતુ હવે આ ફિલ્મ એકેડમી એવોર્ડની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ફિલ્મ ‘2018’ એકેડેમી એવોર્ડ માટે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. એકેડમીએ ઓરિજિનલ સોંગ, ડોક્યુમેન્ટરી ફીચર, ઇન્ટરનેશનલ ફીચર, ઓરિજિનલ સ્કોર સહિત 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટેડ ફિલ્મોની જાહેરાત કરી છે. ‘બાર્બી’, ‘ઓપેનહેઇમર’ અને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’ સ્કોર અને સાઉન્ડ સહિતની વિવિધ કેટેગરીમાં ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.


ઓસ્કાર એવોર્ડ 2024 માટે ભારત દ્વારા સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી ફિલ્મ ‘2018’ કેરળમાં આવેલા પૂરની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં કુદરતી આફત પર માનવીની જીત દર્શાવવામાં આવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘2018’ માત્ર 12 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, પરંતુ તેણે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણીનો આંકડો પાર કર્યો હતો.


જોકે આ પહેલીવાર નથી જ્યારે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી ફિલ્મ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હોય. અગાઉ, મલયાલમ ફિલ્મો ‘ગુરુ’ (1997), ‘અડમિંટે મકન અબુ’ (2011) અને ‘જલ્લીકટ્ટુ’ (2019) પણ ઓસ્કાર માટે દેશની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ આમાંથી કોઈ પણ ફિલ્મ નોમિનેટ થઈ શકી ન હતી. હવે ‘2018’ ઓસ્કારની રેસમાંથી બહાર થતા ફરી ચાહકોએ નિરાશ થવાનો વારો આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button