નેશનલ

દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદથી ઠંડી વધશે તેમજ તાપમાનમાં ઘટાડો થશે, જાણો દેશનું હવામાન

નવી દિલ્હી: આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીની અસર વધવા લાગી છે. આજે એટલે કે 22મી ડિસેમ્બરે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે. ઘણા રાજ્યોમાં સવાર સવારમાં ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. દેશભરમાં હવામાનની સ્થિતિ આ મુજબ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આજે અને શુક્રવારે તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે અને હળવા ઝરમર વરસાદની શક્યતા છે. આજે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે શનિવારે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તેમજ શનિવારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.


તેમજ યુપીની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. લખનઉમાં સવાર સવારમાં વાતાવરણ ધુમ્મસવાળું અને વાદળછાયું આકાશ રહેશે. નોઈડાની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે.


આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે. રાજસ્થાન, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં 22 થી 23 ડિસેમ્બર વચ્ચે હળવો વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે. 22 થી 24 ડિસેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 


23 અને 24 ડિસેમ્બરે ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. 22 થી 25 ડિસેમ્બરની વચ્ચે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત