સ્પોર્ટસ

પ્રતિબંધિત દવાઓ લઇ રહ્યા હતા બે ખેલાડીઓ, ઝિમ્બાબ્વે ક્રિકેટે કર્યા સસ્પેન્ડ

નવી દિલ્હી: ઝિમ્બાબ્વે ક્રિકેટે તેના બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા હતા. ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટે તેમના કેસની સુનાવણી સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

આ બંને ખેલાડીઓને ડોપિંગ વિરોધી નિયમોના ભંગ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે જ્યાં સુધી સમગ્ર કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી આ બંને ખેલાડીઓ ક્રિકેટ મેચ રમી શકશે નહીં.

વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતા પર ઝિમ્બાબ્વે ક્રિકેટની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બોર્ડે આ મામલે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ’બંને ખેલાડીઓ પ્રતિબંધિત દવાનું સેવન કરવા બદલ પોઝિટિવ મળ્યા છે. આ મામલો ઇન-હાઉસ ડોપિંગ ટેસ્ટમાં સામે આવ્યો હતો.

વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતાએ ઝિમ્બાબ્વે માટે કુલ ૨૬ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તાજેતરમાં તેઓ ૧૭ ડિસેમ્બરે આયરલેન્ડ સામેની મેચમાં ઝિમ્બાબ્વેની પ્લેઇંગ-૧૧નો ભાગ હતો. બીજી તરફ મધવીરે પોતાના દેશ માટે લગભગ ૧૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જોકે, આયરલેન્ડ સામે તાજેતરમાં પૂરી થયેલી વન-ડે શ્રેણીમાં તેને તક મળી ન હતી. મધવીરે ઝિમ્બાબ્વે માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધીમાં ૧,૭૦૦થી વધુ રન કર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ૧૨ અડધી સદી પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button