આપણું ગુજરાત

જેટકોની રદ થયેલી પરીક્ષા તા.૭મી જાન્યુઆરીએ લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી હતી. તા. ૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. તા.૭મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેટકોની અગાઉની પરીક્ષા મામલે વીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. જેટકોના મેનેજર ,એચઆર સહિત અન્ય પાંચ કર્મચારીઓ સામે નોટિસ જાહેર કરી હતી. જેમાં જેટકોના એચ.આર. મેનેજરની બદલી કરવામાં આવી હતી. તેમજ અન્ય જવાબદાર અધિકારીઓની પણ ભૂલ હશે તેમની સામે કાર્યવાહી કરાવ માટે પણ સરકારે તૈયારી કરી છે. ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીની પરીક્ષાની ગુરૂવારે નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ તા.૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવાશે, જ્યારે
તા.૭મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જેટકોની ગેરરીતિ સામે આવતા અગાઉની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. જે બાદ રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તા.૭ જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો તા.૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બરે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button