નેશનલ

ધીરજ સાહુના કેસને લઈને આઇટી વિભાગે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: ઇન્કમ ટૅક્સ વિભાગ (આઇટી) દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુના ઘરે દરોડા પડી 351 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. ધીરજ સાહુના ઘરે છાપા બાદ આજે આઇટી વિભાગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

આઇટી વિભાગે જણાવ્યુ હતું કે ધીરજ સાહુના ઘરેથી 351 કરોડની બ્લેક મની સિવાય 2.80 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં પણ તાબામાં લેવામાં આવ્યા છે. આઇટી દ્વારા ઓડિશાના રાંચીમાં આવેલા ધીરજ સાહુના કુટુંબની માલિકીના દારૂ કંપની પર પર કાર્યવાહી કરી હતી. જેમાં 329 કરોડ રૂપિયાની રોકડ રકમ ઓડિશાના અનેક ગામોના ઘરોમાં રાખવામા આવી હતી.

ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા પાર પાડવાના આવેલી આ કાર્યવાહીમાં દેશના ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 10 જુદા જુદા વિસ્તારમાં આવેલા 30 જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી. ધીરજ સાહુના આ બિઝનેસને રાંચીના એક પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો હોવાની માહિતી આઇટી વિભાગને મળી હતી. ત્યાર બાદ આઇટી વિભાગે આ જગ્યાએ દરોડા પાડી દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યો હતો, જમા અનેક અનેક પુરાવાઓ મળ્યા હતા.

આઇટીએ તાબામાં લીધેલા દસ્તાવેજો અને ધીરજ સાહુના દારૂના વ્યવસાયની હજી સુધી તપાસ ચાલી રહી છે. આ કામ પૂર્ણ થતાં સાચા આંકડા સામે આવશે એવું સૂત્રોએ જણાવ્યુ હતું. દરોડા વખતે પકડાયેલા કર્મચારીઓએ તેઓ આ દરેક રકમ બિનહિસાબી આવક છે. આ વાતનો સ્વીકાર સાહુના પરિવારે પણ કર્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button