આમચી મુંબઈ
કોવિડને મુદ્દે મુખ્ય પ્રધાનની યોજી મહત્ત્વની બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના અમુક રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.વનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્યના મુખ્ય પ્રધાને ગુરુુવારે કોવિડ-૧૯ને મુદ્દે ચર્ચા કરવા રાજ્યના આરોગ્ય ખાતાની સાથે જ રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં તેમણે દરેક હૉસ્પિટલોને ઑક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, બેડ અને દવા વગેરેની સાથે તમામ ઉપકરણો સાથે સજ્જ રહેવાનો નિર્દેષ આપ્યો હતો. આ બેઠક બાદ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્ય કોવિડનો સામનો કરવો સંપૂર્ણરીતે સજ્જ છે. દવાથી લઈને હૉસ્પિટલો તમામ પ્રકારની તૈયારી રાખવામાં આવી છે. રાજ્યમાં હાર ૬૩,૦૦૦ આઈસોલેશન બેડ તૈયાર રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. હાલ રાજ્યમાં કોવિડના ૪૫ સક્રિય દર્દી છે, જેમાં મુંબઈમાં ૨૭ છે.